ગરવી તાકાત મહેસાણા : 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ કડી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે જે સંદર્ભે કડી પોલીસ દ્વારા શહેરમાં ફલેગ માર્ચ યોજવામાં આવી હતી
કડી પોલીસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુંટણી તારીખો જાહેર થયાંની સાથે જ SSB ફોર્સ તેમજ કડી પોલીસ દ્ધારા કડી શહેરના કડી પોલીસ સ્ટેશનેથી પટેલ ભુવન, ભાગ્યોદય હોસ્પીટલ, ગાંધી ચોક, ટાવર, મંત્રી રોડ, શેફાલી સર્કલ અને સંવેદન શીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને કડી શહેર તેમજ તાલુકાની અંદર અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ શહેરમાં યોજવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી