– LCBએ સાયલેન્સર સાથે 37 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા શહેરમાં ઈકોનુ સાયલેન્સર ચોરી કરતાં 2 શખ્સોને ઝડપી એલસીબીએ તાલુકા પોલીસના સાયલેન્સર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બાયપાસ ઉપર વડોસણ પાટીયા પાસેથી ઝડપાયેલા બંને શખ્સો પાસેથી રૂપિયા 37 હજારનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે કાર્યવાહી કરી હતી.
એલસીબી પીઆઈ એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.બી.ઝાલા, પીએસઆઈ એસ.ડી.રાતડા તેમજ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે બાયપાસ હાઈવે ઉપર વડોસણ પાટીયા પાસેથી એક્ટિવા, ચોરી કરેલુ સાયલેન્સર તેમજ સાયલેન્સર કાઢવા માટેના સાધનો સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન સાયલેન્સર, ડીસમીસ, પાના સહિતની સાધનો ચોરીથી મેળવેલા હોવાની શંકા જતા પૂછપરછ દરમિયાન 3 માસ પહેલાં આરોપી સંજય ચૌધરીએ દિગ્વિજય વાઘેલાની ઈકોનું સાયલેન્સર કાઢી આરોપી સાહિલ હુસેનને આપતા સાહિલે સાયલેન્સરની માટી કાઢીને રૂપિયા 7 હજાર સંજય ચૌધરીને આપ્યાની કબૂલાત કરી હતી. તેથી બંને શખ્સોની અટક કરીને એલસીબીએ એક્ટિવા, સાયલેન્સર, મોબાઈલ, ડીસમીસ, પાના મળીને કુલ રૂ. 37800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીઓના નામ: 1. સૈયદ સાહિલહુસેન મહંમદ જુનેદહુસેન રહે. નાગલપુર, કસ્બા, મહેસાણા
2. સંજય સુરેશભાઈ ચૌધરી (જાટ) રહે.પુનિતનગર, નાગલપુર હાઈવે, મહેસાણા મૂળ રહે. હસનગઢ, તા.જિ.હિસ્સાર, હરિયાણા