ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી વણઉકેલાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો અરવલ્લી SOG પોલીસે મોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી રૂ. 3.41 લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો જેનાથી શામળાજી અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુનાઓનો પર્દાફાશ થયો.

SOG ટીમ 3 તારીખે બપોરના સમયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન મોડાસા રેલવે ફાટક બાયપાસ પાસે બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ જીતુ દેવીપૂજક અને ગુલાબ દેવીપૂજક, રહે. મહેમદાવાદ જણાવ્યું.

પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ ભિલોડા બસ સ્ટેશન વિસ્તાર માંથી બસમાંથી એક સોનાની ચેઇન અને શામળાજી બસ સ્ટેશન તેમજ શામળાજી મંદિર વિસ્તારમાંથી ત્રણ સોનાની ચેઇનની ચોરી કરી હોવાનું કબૂલ્યું SOG ટીમે આરોપીઓ પાસેથી ચાર સોનાની ચેઇન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કે આરોપીઓએ આવા અન્ય કેટલા ગુનાઓ આચર્યા.


