ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોડે ભીલોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમદ મોહસીન ખાન ઉર્ફે રાજા દિલાવર ખાન પઠાણને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો આરોપી છેલ્લા ચાર-પાંચ મહિનાથી ફરાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ.એસ. રબારી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ અમદાવાદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી રહ્યો આ દરમિયાન તેમને બાતમી મળી કે મોહમદ મોહસીન ખાન જમાલપુર ખાતેની જામોડીની મસ્જિદ પાસે હાજર.

બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચી આરોપીને ઝડપી લીધો પૂછપરછ દરમિયાન આરોપી મોહમદ મોહસીન ખાને જણાવ્યું તેની સફેદ કલરની મહિન્દ્રા સ્કોર્પિયોઆશરે ચાર-પાંચ મહિના પહેલા તેના મિત્રો જરપન જાવિદ શેખ અને બકાખાને પાલનપુરમાં લગ્નમાં જવા માટે માંગી હતી. થોડા દિવસો પછી જ્યારે તેણે ગાડી પાછી ન મળતા પૂછપરછ કરી ત્યારે બકાખાને જણાવ્યું કે તેઓ દારૂ ભરવા માટે ગાડી લઈ ગયા.

ભીલોડા વિસ્તારમાં પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ થતાં, તેઓ ગાડી ભગાવીને ધનસોર ગામ, તા. ભીલોડા પાસે દારૂ ભરેલી ગાડી છોડીને ભાગી ગયા આ ઘટના બાદ પોલીસ તેના ઘરે તપાસ કરવા આવી પરંતુ તે મળી આવ્યો ન અને ત્યારથી તે આ ગુનામાં નાસતો ફરતો પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને ઝડપી પાડીને ભીલોડા પોલીસ સ્ટેશનને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી.


