ગરવી તાકાત થરાદ : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ટેટ પાસ કરેલ બેરોજગારો ઉમેદવારો દ્વારા વિદ્યાસહાયકની નવી ભરતી બાબતે માનનીય ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને આવેદનપત્ર આપવામાં આવેલ છે.ગુજરાતમાં ૧૯ હજારથી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેની સામે માત્ર અને માત્ર 3300 જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલ છે પરંતુ હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો વિદ્યા સહાયક ની નવી ભરતી તાત્કાલિક જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે
બે મહિના અગાઉ અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ધરણા આંદોલન પર બેઠા હતા ત્યારે માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે અમારુ આંદોલન સ્થગિત કરાવેલ અને અમને આશ્વાસન આપેલ કે આ ભરતીમા જગ્યા વધારો નહીં થાય પરંતુ ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું પરંતુ એ સમયને પણ બે મહિનાના વહાણા વીતી ગયા પરંતુ હજી સુધી ટૂંક સમય આવેલ નથી તો માનનીય શિક્ષણ મંત્રી સાહેબને અમારી નમ્ર વિનંતી કે ટૂંક સમયમાં નવી ભરતી ની જાહેરાત આપવામાં આવે જો હજી પણ ટૂંક સમયમાં અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે સમગ્ર ગુજરાતના ટેટ પાસ બેરોજગાર ઉમેદવારો ટૂંક સમયમાં અમારું સ્થગિત કરેલુ આંદોલન ફરીથી શરૂ કરીશું એવી ચીમકી પણ આપવામાં આવી હતી..
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ