પાલોદર ગામે શ્રી ચોસઠ જોગણી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

March 23, 2022

— અગિયારસના દિવસે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન(વર્ષ ફળ નો વરતારો) :

— જ્યારે 30મી માર્ચ બુધવારે કાળકા માતાની સળગતી સગડીયો નીકળશે :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના યાત્રાધામ પાલોદર ગામે બુધવારે પાચમના દિવસે શ્રી ચોસઠ જોગણી માતા જીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજારી પશાભાઈ નાયક, મુકેશભાઈ નાયકના ઘરેથી પંચધાતુના રથમાં સવાર થઈ માતાજી મંદિરે પહોંચ્યા હતા. માતાજીને આગી ચડાવવામા આવી હતી.

રથયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. માતાજીની બપોરે વિશેષ આરતી કરવામાં આવી હતી. પાલોદર જોગમાયા યુવા સંગઠનને શ્રી ચોસઠ જોગણી માતાજીના રથયાત્રામાં સેવાઓ આપી હતી અને ખુશી થી ઝુમી ઉઠ્યા હતા.

જુગ પહેલાની માં જોગણી માતાજીના પરચા  અપરંપાર છે

જેને લઇને પ્રાગટ્ય દિવસે દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો વહેલી સવારથી જ યાત્રાધામમાં પહોંચ્યા હતા

આગામી 29 માર્ચથી બે દિવસ માતાજીની લોકમેળો(જાતર) યોજાશે. 29 માર્ચ ફાગણ વદ અગિયારસ ના દિવસે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન(વર્ષ ફળ નો વરતારો) યજુર્વેદ મા જણાવ્યા પ્રમાણે જોવાશે. જ્યારે 30મી માર્ચ બુધવારે કાળકા માતાની સળગતી સગડીયો નીકળશે. જેના દર્શનનુ અનેરું મહત્વ હોવાથી માઈભક્તો પાલોદર પહોંચે છે. લોકમેળાને લઇ તલાટી જીપીન ભાઈ ચૌધરી, સરપંચ વિનુભાઈ પટેલ સહિત સભ્ય ભારે જહેમત ઊઠાવી રહ્યા છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0