મહેસાણામાં કારની ટક્કરથી લાકડા વીણતા એક વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત…

June 16, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં ઝૂલેલાલ ચોક નજીક એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો સિંધી સોસાયટી પાસે કપાયેલા વૃક્ષના લાકડા વીણતા સમયે એક વૃદ્ધ મહિલાનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું કર્મયોગી સોસાયટી સામે પટાવાળાની ચાલીમાં રહેતા. ગીતાબેન પરમારની ફરિયાદ મુજબ, ગઈકાલે રાત્રે સિંધી સોસાયટીમાં ઘર પાસે એક વૃક્ષ કાપવામાં આવ્યું હતું.

ફરિયાદી અને તેમનો પુત્ર લાકડા લેવા ગયા અને રાત્રે 9 વાગ્યે તેમના માતા સંતોકબેન પણ મદદ માટે આવ્યા હતા.સંતોકબેન લાકડા વીણી રહ્યા હતા ત્યારે કારના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર દીવાલ સાથે અથડાઈ હતી,

જેમાં સંતોકબેન કાર અને દીવાલ વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ દોડી આવીને કારને ધક્કો મારી સંતોકબેનને બહાર કાઢ્યા હતા. ગંભીર ઈજાઓ સાથે સંતોકબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0