સાંસદ ની કાનૂની જાગૃતિ અને સુરક્ષા અંગેની સમજ માટેની પહેલ

February 21, 2025

આજ રોજ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઇ નાયકએ શ્રી જે એમ ચૌધરી સ્કૂલ મહેસાણાની 60 વિધાર્થિનીઓ સાથે મહેસાણા મહિલા પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી .

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની બેટી પઢાવો બેટી બચાવો અંતર્ગત રાજ્યની વિદ્યાર્થીઓને પોલીસના કાયદાથી અને વ્યક્તિગત સુરક્ષા માટે પોલીસ અને સરકાર ની કામગીરીની જાણકારી માટે આજરોજ આ વિધાર્થિનીઓને મહિલા અંગેના કાયદા અને સાઇબર ગુનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી 

આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ વિધાર્થિનીઓમાં કાનૂની જાગૃતિ વધારવાનો હતો જેથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે અને અને કાયદાકીય પ્રક્રિયાઓને સમજી શકે .

ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી જી એ ખાસ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે અનેક પહેલ કરી રહી છે.

રાજ્ય માં સાયબર ક્રાઈમ અને સોસીયલ મીડિયા દ્વારા દીકરી ઓ ને થતા દૂર ઉપયોગ અને ફ્રોડ ના થતા આર્થિક નુકસાન થાય તો કેવી રીતે રોકી શકાય અને ગુનો બન્યા પછી એમાં પોલીસ ની મદદ કેવી રીતે લઈ શકાય તેની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે dysp શ્રી મિલાપ પટેલ , પીઆઇ શ્રી ગેટીયા સહિત મહિલા પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ હાજર રહ્યા હતા.

માનનીય સાંસદ શ્રી મયંક નાયક જી દ્વારા રાજ્ય માં અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0