ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ APMC હોલ ખાતે વાવ-થરાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને આગામી કાર્યક્રમોની સમીક્ષા પર ચર્ચા થઈ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રી સૌરભજી ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, વાવ-થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, જિલ્લા મહામંત્રી ઉમેદદાન ગઢવી, ડો. કરસનભાઈ પટેલ, કમલેશભાઈ આચાર્ય સહિત.

જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું ભાજપે દેશ અને ગુજરાતમાં વિકાસની નવી દિશા આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગોના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મુકાઈ આ વિકાસયાત્રાને વેગ આપવા સંગઠનના દરેક કાર્યકરને જવાબદારી સોંપવા માર્ગદર્શન અપાયું જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરે કાર્યકરોને સંબોધતા કહ્યું કે સંગઠનની સાચી તાકાત કાર્યકરો.

સરકારના વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાહિતના નિર્ણયો સામાન્ય નાગરિક સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે કાર્યકરોએ લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખવો જોઈએ તેમણે આગામી કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને સંગઠનને વધુ સક્રિય બનાવવાના નવા આયોજન વિશે પણ માહિતી આપી બેઠકમાં સંગઠનના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરાઈ અને દરેક હોદ્દેદારને પોતાના વિસ્તારના કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા સૂચનો અપાયા કાર્યકરોમાં નવા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થાય તેવા માર્ગદર્શન સાથે આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ.


