ડુંગળા ગામની સીમમાં જુવારના પુળામાં આકસ્મિક આગ લાગતાં અફરાતફરી

August 10, 2021
સુઇગામ તાલુકાના ડુંગળા ગામની સીમમાં એક ખેડૂતના ખેતરમાં પડેલ જુવારના પુળામાં આકસ્મિક આગ લાગતાં 500 જેટલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા,જોકે આજુબાજુથી દોડી આવી આગ ઓલવી હતી.

આ પણ વાંચો – બનાસકાંઠા જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવા રજુઆત – વાવના MLA ગેનીબેન ઠાકોરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

મળતી માહિતી મુજબ સુઇગામ તાલુકાના અંતરિયાળ ડુંગળા ગામની સીમમાં રહેણાંક મકાન બનાવી વસવાટ કરતા મેહાભાઈ વાંકાભાઈ પટેલ ના ઘર નજીક જુવારના પુળામાં મંગળવારે સવારે આકસ્મિક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં ઘરના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા,આગ ઓલવવા ખેડૂતો સાથે મહિલાઓ,વૃદ્ધો અને બાળકોએ જે હાથ આવ્યું તે વાસણ,ડોલ, લઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ,પરંતુ આગમાં 500 જેટલા પૂળા બળીને ખાક થઈ ગયા હતા,જેના લીધે ખેડૂતને ઘાસચારામાં મોટું નુકસાન થતાં  પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0