થરાદમાંથી ચૂંટાયેલા શંકર ચૌધરી, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, સિધ્ધપુરમાંથી ચૂંટાયેલા બળવંતસિંહ રાજપુત અને મહેસાણા જિલ્લામાંથી મુકેશ પટેલને મંત્રીની જવાબદારી સોંપાય તેવા સંકેત
મહેસાણા જિલ્લામાં ભાજપ હવે ઋષિકેશ પટેલને બદલે નવા ચહેરાને પસંદ કરી શકે છે
ગરવી તાકાત, મહેસાણા તા. ૦૯
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના પ્રચંડ વિજય સાથે જ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે અને સોમવારે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે તે પૂર્વે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે તેમની બીજી ટર્મમાં મંત્રીઓની પસંદગીનો સૌથી મોટો પડકાર ઉભો થયો છે. 2017માં ભાજપના 99 ધારાસભ્યો ચૂંટાયા હતા અને તેથી મંત્રી મંડળમાં સમાવેશ માટેના દાવેદારો પણ ઓછા હતા પરંતુ હવે 156 ધારાસભ્યોમાંથી 2024ની ચૂંટણી ઉપરાંત ભાજપ માટે હવે શાસનનો પાંચ વર્ષનો લાંબો ગાળો શરુ થતા જ અનેક મોટા પડકારો પણ ઉપાડવા પડશે. તે સંદર્ભમાં નવી સરકારનું મંત્રીમંડળ એક તરફ યુવા તેમજ પીઢ ચહેરાઓ સાથે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની કેડરમાં પણ મહિલાઓને પ્રતિનિધિત્વનું બેલેન્સ એ સૌથી મોટી આવશ્યકતા બની રહેશે તો આ ચૂંટણીમાં ભાજપને તમામ મહાનગરો અને જિલ્લાઓમાં પૂરતુ પ્રતિનિધિત્વ મળ્યું છે અને તેથી જ તમામનો સમાવેશ કરવો એ પણ એક મોટો પડકાર છે.
થરાદમાંથી ચૂંટાયેલા શંકર ચૌધરી, ગાંધીનગર દક્ષિણના અલ્પેશ ઠાકોર, સિધ્ધપુરમાંથી ચૂંટાયેલા બળવંતસિંહ રાજપુત અને મહેસાણા જિલ્લામાંથી મુકેશ પટેલને મંત્રીની જવાબદારી સોંપાય તેવા સંકેત મળી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ભાજપ હવે ઋષિકેશ પટેલને બદલે નવા ચહેરાને પસંદ કરી શકે છે.
અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત વધુ એક મંત્રી તરીકે નિકોલની બેઠકના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ નિશ્ચિિત ગણાય છે. એલીસબ્રીજમાંથી ચૂંટાયેલા અને પૂર્વ શહેર પ્રમુખ અમિત પી. શાહ નવા ચહેરા તરીકે આવી શકે છે. ગાંધીનગરમાં ભાજપને પ્રથમ વખત તમામ બેઠકો મળી છે અને તેથી હવે અલ્પેશ ઠાકોર કે જે લાંબા સમયથી ભાજપની સાથે રહીને ફરી ચૂંટણી જીત્યા છે તેમના નામ પર ચર્ચા થઇ શકે છે.
ભાવનગર જિલ્લામાંથી હાલના કેબીનેટ મંત્રી જીતુ વાઘાણીનું પુનરાગમન નિશ્ચિિત છે. જ્યારે સુરતમાંથી મજુરા બેઠકના હર્ષ સંઘવી કેબીનેટ મંત્રી સાથે બઢતી મળે તેવું નિશ્ચિિત મનાય છે. સુરતમાં 2017 બાદ બંને મંત્રીમંડળમાં કિશોર કાનાણી, વિનોદભાઈ મોરડિયા, પુર્ણેશ મોદી મંત્રી હતા તેમાં પુર્ણેશ મોદીને ગત મંત્રીમંડળમાં ડીગ્રેડ કરાયા બાદ હવે તેમને મહત્વના ખાતા સોંપાય છે કે કેમ તેના પર શંકા છે. જ્યારે વર્તમાન સરકારના મંત્રી નરેશ પટેલ, મુકેશ પટેલને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. મહેસાણા જિલ્લામાં ભાજપ હવે ઋષિકેશ પટેલને બદલે નવા ચહેરાને પસંદ કરી શકે છે.


