અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને દબોચ્યા…

July 15, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ નજીક મોટી કાર્યવાહી કરી પોલીસે પંજાબ પાસિંગની ટ્રકને તપાસ માટે રોકી અને જેમાં તપાસ કરતાં ટ્રકમાં ચોખાના કટ્ટા નીચેથી વિદેશી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે ટ્રકમાંથી 400 પેટી અને 9600 ટીન વિદેશી બિયર જપ્ત કર્યો જેની કિંમત રૂ. 20.08 લાખ આ ઉપરાંત 377 ચોખાના કટ્ટા, રૂ.15 લાખની કિંમતનો ટ્રક અને.

A large consignment of liquor was seized from the Amirgarh border. | અમીરગઢ  બોર્ડર પરથી દારૂની મોટી ખેપ પકડાઈ: ટ્રકમાં ચોખાના કટ્ટા નીચે 20 લાખથી વધુની  કિંમતના વિદેશી ...

બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 35.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે ટ્રક ચાલક હરવિન્દરસિંહ જાટ (હરિયાણાના ફતેહબાદ જિલ્લાના રતીયા તાલુકાનો રહેવાસી) અને ક્લીનર અરવિન્દ ચમાર (હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના બાડરા તાલુકાનો રહેવાસી)ની ધરપકડ કરી આ કેસમાં અન્ય ત્રણ વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવી.

A large consignment of liquor was seized from the Amirgarh border. | અમીરગઢ  બોર્ડર પરથી દારૂની મોટી ખેપ પકડાઈ: ટ્રકમાં ચોખાના કટ્ટા નીચે 20 લાખથી વધુની  કિંમતના વિદેશી ...

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને દાંતા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0