ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોરોના અંગેની સરકારની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતાં. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘કોરોનાથી અનેક લોકો મોતને ભેટ્યાં છે. પરંતુ સરકાર સ્વીકારવા તૈયાર નથી. દર્દીની સારવારથી લઈને અંતિમ વિધિ સુધી લાંબી લાઈનો લાગતી હતી. સ્મશાનની ભઠ્ઠી પણ બળીને ખાક થઈ ગઈ હતી.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કોવિડમાં 1 લાખ લોકોના ઘરે કોંગ્રેસે મુલાકાત કરી હતી. સરકાર કહે છે કે 10 હજાર લોકોના કોરોનાથી મોત થયા છે. તો 22 હજાર લોકોને સહાય કેમ ચૂકવાઇ. સરકારે 4 લાખ સહાયની જાેગવાઈ સામે રૂપિયા 50 હજારની જાેગવાઈ કરી હોવાની વાત પણ રજૂ કરી હતી. લોકો સહાય મેળવવા પણ હાલાંકી વેઠી રહ્યાં છે. જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, સરકાર આજે પણ મૃતકોને સહાય આપવા યોગ્ય વ્યવસ્થા ગોઠવતી નથી. જાે મૃતક પરિવારને સહાય નહીં મળે ગુજરાતથી દિલ્હી સુધી જવાની જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી.