કોંગ્રેસ માટે ALL IS NOT WEL – પંજાબ બાદ રાજેસ્થાન, છત્તીસગઢમાં રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ !!!

September 20, 2021
Rahul Gandhi, Sonia Gandhi

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે રાજસ્થાનની સાથે છત્તીસગઢમાં પણ રાજકીય ભૂકંપ સર્જાય તેવી એંધાણ વર્તાઈ રહ્યાં છે. છત્તીસગઢ સરકારના સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહદેવ આજે સવારે અચાનક દિલ્હી માટે રવાના થયા.

ટી એસ સિંહદેવના દિલ્હીના કાર્યક્રમથી પ્રદેશના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ તેજ બન્યો. જાેકે, તમામ રાજકીય અટકળો વચ્ચે મંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે તેઓ બહેનના જન્મ દિવસમાં સામેલ થવા માટે દિલ્હી જઇ રહ્યાં છે. આ તેમનો કોઈ રાજકીય પ્રવાસ નથી. છત્તીસગઢમાં મુખ્યપ્રધાનની ખુરશીને લઇને કોંગ્રેસમાં અંદરખાને ચાલતો વિખવાદ સૌ કોઈ જાણે છે. ગયા મહિને મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પીએલ પુનિયા અને ટીએસ સિંહ દેવની દિલ્હીમાં રાહુલ ગાંધીની સાથે મેરેથોન બેઠક થઇ હતી. જેમાં અઢી વર્ષવાળાં ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવી છે. જાેકે, કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી આ અંગે સ્પષ્ટતા કરી નથી. પરંતુ પાર્ટીની અંદર આ અંગે ચર્ચાનું બજાર ખૂબ ગરમ રહ્યુ હતુ.

આ પણ વાંચો – અતુલ ચોકસેએ નડાબેટ થી પંજાબ 1300 કી.મી.દોડનો કર્યો પ્રારંભ : વર્લ્ડ રેકોર્ડ

ત્યારબાદ દિલ્હીથી પરત આવેલા મંત્રી ટીએસ સિંહદેવે મોટું નિવેદન આપતા કહ્યું હતુ કે, તેમણે જીવનમાં એક જ વસ્તુ સ્થિરતા તરીકે જાેઈ છે અને તે પરિવર્તન છે. સિંહદેવે કહ્યું કે, હાઈકમાન્ડે દરેક બાબતોને ધ્યાનમાં લીધી છે અને તેમણે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો છે. તેમણે કહ્યું કે, હાઈકમાન્ડ સાથે ખુલ્લા મને વાતચીત થઇ છે અને ટૂંક સમયમાં આ અંગે તેઓ ર્નિણય લેશે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે છત્તીસગઢ રાજ્યમાં અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા હેઠળ મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ભારે થઇ રહી છે. ગત ૨૪ ઓગષ્ટે દિલ્હીમાં થયેલી બેઠકમાં છત્તીસગઢમાં ત્રણેય નેતાઓની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યાં હતા. ત્યારબાદ પંજાબમાં અમરિન્દર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાં બાદ છત્તીસગઢમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. તો હવે છત્તીસગઢના રાજકીય પરિદ્રશ્ય અને હાઈકમાન્ડના ર્નિણય પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થયુ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0