કપીલ શર્માના શોમાં અક્ષય કુમાર થયો ગુસ્સે !

શેર કરવા અહીં ક્લિક કરો.

કપિલ શર્મા શો તેના હાસ્ય અને રમુજી પ્રશ્નોના જવાબો માટે જાણીતો છે. જ્યારથી ધ કપિલ શર્મા શો ફરી પાછો આવ્યો છે ત્યારથી તે સતત હેડલાઈન્સમાં છે. તે જ સમયે, હાલમાં જ સારા અલી ખાન અને અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશન માટે કપિલના શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલ કંઈક બોલે છે, જેના પછી અક્ષય ગુસ્સે થઈ જાય છે અને તેની સાથે આવેલી સારા અલી ખાન પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

વાસ્તવમાં, કપિલ શર્માના શોનો એક પ્રોમો સોનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જાેઈ શકાય છે કે કપિલ શર્મા કહે છે કે ‘અક્ષય પાજીએ શર્મિલા ટાગોર સાથે કામ કર્યું, સૈફ અલી ખાન સાથે કામ કર્યું અને હવે સારા સાથે કામ કરી રહ્યા છે. પરંતુ અમે સાંભળ્યું છે કે તમે આવનાર સમયમાં તૈમુર અને તેની સમયની જે હિરોઈન હશે તેની સાથે પણ લવ ટ્રાઇન્ગલ છે.’, આ સાંભળીને અક્ષય ગુસ્સે થઈ જાય છે.


અક્ષય કુમારે કહ્યું શું સમસ્યા છે? જે બાદ કપિલ કહે છે કે કોઈ સમસ્યા નથી. ત્યારે અક્ષય કહે છે કે હું તૈમુરના બાળક સાથે પણ કામ કરીશ. હાલમાં આ પ્રોમો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. તે જ સમયે, આ વીડિયો પર ફેન્સની ઘણી ફની કમેન્ટ્‌સ જાેવા મળી રહી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.