નોરાએ કહ્યું કેમ નથી મળી રહી મુખ્ય ભૂમિકાઓ, જાણો કારણ…

શેર કરવા અહીં ક્લિક કરો.

નોરા ફતેહી તેના શાનદાર વ્યક્તિત્વ અને ડાન્સ માટે પ્રખ્યાત છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તે રિયાલિટી ડાન્સ શોને જજ કરતી પણ જોવા મળી છે, તેમ છતાં બોલિવૂડમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન નોરાનું તેની આપવીતી શેર કરી છે. નોરા ફતેહીએ જણાવ્યું કે, તેને લીડ રોલમાં કેમ કાસ્ટ નથી કરવામાં આવી રહી.

નોરા ફતેહીને ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ અને ‘કિક 2’ જેવી ફિલ્મોમાં આઈટમ સોંગના કારણે લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2015માં તેણે ‘બિગ બોસ 9’માં સ્પર્ધક તરીકે પણ ભાગ લીધો હતો.

31 વર્ષની નોરા ફતેહીએ રિયાલિટી ડાન્સ શો ‘ઝલક દિખલા જા’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. તે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શોમાં જજ પણ રહી ચૂકી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.