તહેવારો ટાણે ભેળસેળિયાઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ

November 4, 2026

મહેસાણા જિલ્લામાં દિવાળી પૂર્વે ફૂડ વિભાગનું સઘન ચેકિંગ: ઘી, દૂધ, માવો અને મીઠાઈ સહિતના ૬૮ નમૂના લેવાયા

દેદીયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝામાં અખાદ્ય જથ્થાનો નાશ કરી દુકાન સીઝ કરાઈ

 

ગરવી તાકાત

દિવાળીના પાવન પર્વ નિમિત્તે જિલ્લાવાસીઓને શુદ્ધ, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજો ઉપલબ્ધ થાય તેવા સ્પષ્ટ ઉદ્દેશ સાથે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તહેવારોની મોસમમાં મીઠાઈ, ફરસાણ અને દૂધની બનાવટોમાં નફાખોરી માટે થતી ભેળસેળ રોકવા તંત્રની ટીમોએ બજારોમાં વેચાતા ઘી, દૂધ, માવો, વિવિધ મિલ્ક પ્રોડક્ટ્સ, ખાદ્યતેલ, નમકીન, મસાલા અને કરિયાણાની વસ્તુઓનું સઘન નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ સાથે જિલ્લાભરની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને દિવાળી વેચાણ અર્થે ઊભા કરાયેલા હંગામી સ્ટોલ્સ પર પણ ફૂડ સેફ્ટી ઓફિસરોએ બાજ નજર રાખીને સ્થળ તપાસ હાથ ધરી હતી.

છેલ્લા એક સપ્તાહ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ ૬૮ જેટલા શંકાસ્પદ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ઘીના બે, માવાના ચાર, દૂધના ચાર, વિવિધ મીઠાઈઓના અઢાર, બેસનના સાત, ફરસાણ-નમકીનના પચ્ચીસ અને શુદ્ધ સીંગતેલના ચાર નમૂના લઈ નિયમાનુસાર પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મોબાઈલ ફૂડ સેફ્ટી વાન દ્વારા અઠવાડિયામાં સ્થળ પર જ ૧૭૫ જેટલી ખાદ્ય સામગ્રીનું ઓન-સાઇટ ટેસ્ટિંગ કરી ગુણવત્તા તપાસવામાં આવી હતી.

તપાસ દરમિયાન દેદીયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝા પંથકની પેઢીઓમાંથી આરોગ્ય માટે જોખમી એવો શંકાસ્પદ અખાદ્ય જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા તાત્કાલિક સ્થળ પર કાર્યવાહી કરી આશરે રૂપિયા ૬૨૮૦ની કિંમતના ૧૭ કિલોગ્રામ જેટલા વાસી ફરસાણ, ગોટા, મરચાં તેમજ બળેલા-અખાદ્ય તેલનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ હેઠળ દેદીયાસણ સ્થિત મેસર્સ બહુચર સ્વીટ માર્ટ ખાતે ગંભીર ક્ષતિઓ જણાતા ત્યાંથી મોટો શંકાસ્પદ જથ્થો સીઝ કરવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. તંત્રના આ આક્રમક વલણ અને ઓચિંતા ચેકિંગના પગલે સમગ્ર જિલ્લાના અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓ અને ભેળસેળિયા તત્વોમાં ભારે ફાળ પડી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0