સિદ્ધપુરના ખળી ચાર રસ્તા નજીક ટ્રકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત

May 23, 2025

સિદ્ધપુર : સિદ્ધપુરનાં ખળી ચાર રસ્તા નજીક બમ્પના અભાવે વાહનો બેફામ દોડતા અકસ્માત વધી રહ્યા પૂર્વે એક કારની ટક્કરે પિતા પુત્રના મોતની ઘટનાની શાહી સુકાઇ નથી પૂર્વે ફરી ગુરુવારે પૂર ઝડપે દોડી રહેલ એક ટ્રકે એક્ટિવા સવાર આધેડને અડફેટે લેતાં ટ્રક નીચે આવી જતા મોત થયું. સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના પટેલ કેશવલાલ શંકરલાલ પોતાનું એક્ટિવા કનેસરા ગામેથી લઈ સિદ્ધપુર કરિયાણું લેવા માટે જઇ રહ્યા.

Accident between truck and Activa at Khali intersection in Siddhpur |  સિધ્ધપુરના ખળી ચાર રસ્તા પર ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત: 77 વર્ષીય વૃદ્ધનું  ઘટનાસ્થળે મોત, કરિયાણાની ...

જે દરમ્યાન સિધ્ધપુર ખળી ચાર રસ્તા નજીક આઈટીઆઈની સામે રોડ ક્રોસ કરવા જતા ઊંઝા તરફથી પૂર ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા રોડથી દૂર ફંગોળાયું હતું. એક્ટિવા પરથી પટેલ કેશવલાલ નીચે પડી જતા તેમના ઉપરથી ટ્રકનો આગળ-પાછળના ટાયરો ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ ટ્રકનો ચાલક ટ્રક ભગાડી અડધો કિલોમીટર દૂર સરસ્વતી બ્રિજ પાસે મૂકીને પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. ઘટનાને પગલે મૃતક પટેલ કેશવલાલ શંકરલાલના સગા પટેલ કિરીટભાઈ પરસોતમભાઈ રહે કનેસરા તાલુકો સિદ્ધપુર વાળાએ પોલીસ મથકે ટ્રક નં. RJ 09 GA 5324 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. ખળી ચાર રસ્તા ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાતાં આધેડનુ઼ મોત નીપજ્યુ હતુ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0