સગીર દિકરીના અપહરણને 4 માસનો સમય વિત્યા બાદ પણ પત્તો નહી – માલધારીઓનુ BK કલેક્ટરને આવેદનપત્ર, આંદોલનની ચીમકી

શેર કરવા અહીં ક્લિક કરો.

માલધારી સમાજની સગીર દિકરીના અપહરણને ચાર માસનો સમય વિતવા છતા પોલીસ પત્તો ન લગાવી શકતા

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને માલધારી સમાજે આવેદનપત્ર પાઠવી આપી આંદોલનની ચીમકી

બનાસકાંઠા જિલ્લાના વાવમાં માલધારી સમાજની દીકરીના અપહરણના મામલે આજે માલધારી સમાજના લોકો બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ચાર માસ વિતવા છતા સગીરાને પરત ન લેવાતાં કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – પાલનપુરમાં પાલિકાની ઉદાશીનતાને કારણે મકાનની દિવાલ ધરાશાયી : વૃદ્ધ કાટમાળ નીચે દટાતા મોત

બનાસકાંઠાના વાવ ખાતે માલધારી સમાજની સગીરવયની બાળકીનું અપહરણ થવાના મામલે માવસરી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદને ચાર માસ થવા છતા સગીરાને પરત લાવવામાં ન આવતાં માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા પાલનપુર ખાતે પહોંચ્યો હતો. જ્યાં માલધારી સમાજના લોકોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સગીરાને પરત લાવવામાં નહી આવે તો માલધારી સમાજ દ્વારા બનાસકાંઠાનો ઘેરાવો કરવામાં આવશે અને જિલ્લામાં ઠેર ઠેર માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાવ પંથકમાં માલધારી સમાજની દિકરીના અપહરણ મામલે પોલીસમાં ફરિયાદ કરવા છતાં અને ચાર માસ વિતવા છતાં પોલીસ હજુ સુધી આ સગીરાને શોધીને લાવી શકી નથી ત્યારે પોલીસ સામે આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.