ગરવી તાકાત પાટણ : સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી એલએલબીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે તેના પૂર્વ સંબંધ ધરાવતા યુવકે હુમલો કર્યો મહેસાણાની યુવતીએ અમદાવાદના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. યુવક યુનિવર્સિટીની લો કોલેજની લોબીમાં આવ્યો અને તેણે યુવતીને ફોન ન ઉપાડવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું આરોપીએ યુવતીને માર મારી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયો ત્યાં તેણે યુવતીને થપ્પડ મારી.

આરોપી યુવક યુવતીને પુરુષ વોશરૂમમાં ખેંચી ગયો ત્યાં તેણે યુવતી સાથે મારઝૂડ કરી તેણે યુવતીના શરીર પર ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા યુવતીને તેની સાથે આવવા માટે દબાણ કર્યું યુવતીએ ઈનકાર કરતાં આરોપીએ ફોનમાં રહેલા બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી.

યુવતીએ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ યુવક સામે ગુનો નોંધાવ્યો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. તપાસ અધિકારી પી.કે પરમારે જણાવ્યું કે બન્ને એકબીજાને ઓળખતા હાલમાં ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું તપાસ માટે ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવામાં આવશે અને તેના માતા પિતાના નિવેદન લેવાશે.


