સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર એક યુવકે આચર્યો દુષ્કર્મ,પોલીસ ફરિયાદ….

May 15, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો ગામના જ એક યુવકે સગીરાને ધાક-ધમકી આપી અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો આ અંગે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી ફરિયાદ મુજબ, આ ઘટના 13 મે, 2026 ના રોજ રાત્રિના આશરે 2 વાગ્યે બની.

ST from Surat to Radhanpur Bus driver molested female passenger, Sami police  pick up driver at midnight

સગીરા પોતાના ઘરે સૂતી ત્યારે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોરે તેને ફોન કરીને ઘરની પાછળ બોલાવી આરોપીએ સગીરાને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તેમના ફોન પર વાતચીતની જાણ ગામના લોકોને કરી દેશે આ બદનામીની બીક બતાવી આરોપી સગીરાને નજીકમાં આવેલી બાવળની ઝાડીઓમાં લઈ ગયો ત્યાં સવારના 5 વાગ્યા સુધી સગીરાને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો.

Rajasthan Crime News: Woman abducted and dushkarma by bus driver and left  on road | Crime News: જયપુરમાં નિર્ભયા કાંડ, મહિલાનું અપહરણ કરી બસ ચાલકે  દારૂ પીવડાવી દુષ્કર્મ આચરી રોડ પર ...

સગીરાએ હિંમત કરીને પરિવારને આ ઘટનાની જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો સમી પોલીસે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)એમ, 65(1) તથા પોક્સો એક્ટની કલમ 4(2), 5(એલ), 6, 11(4), 12 હેઠળ ગુનો નોંધ્યો પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. મોડિયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0