— યુવક ખીમાણા ગામનો પ્રકાશસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું :
ગરવી તાકાત કાંકરેજ : મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના ખીમાણા પાસે નેશનલ હાઇવે નંબર 27 પર ખીમાણા શિહોરી હાઈવે રોડ ઉપર ટ્રેલર ની ટક્કરે યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું ખીમાણા ગામના પ્રકાશસિંહ પરમાર ઉંમર વર્ષ 18 નું કરુણ મોત થયું હતું ત્યારે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને ટ્રેલર કબજે કરી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો મૃતક યુવાન પ્રકાશભાઈ પરમાર ને શિહોરી 108 દ્વારા સરકારી હોસ્પિટલ માં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ