અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

અદભુત સન્માન સમારોહ વિશ્વ ગુરુ ના માદરે વતન વડનગર ખાતે !.

August 1, 2022

— વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપકનો અભિવાદન અને સન્માન સમારંભ દબદબાભેર યોજાયો :

— શિક્ષક કદી સાધારણ નથી હોતો, વડનગરમાં સેવા નિવૃત્ત થતા પ્રોફેસર રણજીતસિંહ રાઠોડનું આન બાન શાનથી સન્માન કરાયું :

— પ્રોફેસર પાસેથી વિદ્યા જ્ઞાન મેળવી અનેક લોકોએ પોતાના ભવિષ્ય બનાવ્યા :

— કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓએ તેમને વિવેકાનંદ સાથે સરખાવ્યા :

— ફરજ નિવૃત્તિ પછી સમાજ સેવામાં યોગદાન આપી પ્રોફેસર સંસ્કારોના દીવડા પ્રજવલિત કરશે :

— શિક્ષણ ક્ષેત્ર તલવારની ધાર પર ચાલવાનો માર્ગ, પ્રોફેસરે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવ્યા :

— સેવા નિવૃત થતા પ્રોફેસર રણજીતસિંહ રાઠોડે ફરજ દરમિયાન અનેક વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કર્યું :

ગરવી તાકાત મહેસાણા :  વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રાધ્યાપક રણજીતસિંહ રાઠોડનો અભિવાદન અને સન્માન સમારંભ ગુરુજી અભિવાદન સમિતિ દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, મિત્રો, સ્નેહીજનો તથા ગુરૂજી અભિવાદન સમિતિદ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ગુરુકુળના મંહત શ્રી નારણવલ્લભ દાસજી સ્વામી, મામલતદાર રોહિત અગારા, જયરાજસિંહ પરમાર,નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાજી ઠાકોર,પૂર્વ પ્રમુખ ગેમરજી, આનંદભાઈ ભુવાજી, અભિજિત બારડ, વડનગર બ્રહ્માકુમારીના દીદી, તમામ સ્વયંસેવક ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં વડનગરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

અનેક લોકોને શ્રેષ્ઠતાના સ્તર પર પહોંચાડ્નાર પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ Dyspમાં 1990માં જોડાયા હતા પરંતુ સ્વભાવવશ પોલીસ વિભાગને છોડીને દૂરદર્શનમાં 8 માસ ન્યુઝ રીડર અને એન્કર તરીકે જોડાયા અને છેલ્લે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અધ્યાપક તરીકે જોડાયા હતા.ઇડરના રાતેજમાં જન્મભૂમિ અને વડનગરને કર્મ ભૂમિ બનાવનાર તથા સમગ્ર વડનગરમાં દરેકના હૃદયમાં લોકચાહના મેળવનાર તથા વડનગરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પોતાની ઉત્તમ સેવા આપી વય નિવૃત્તિ પામેલ પ્રોફેસર રણજીત રાઠોડનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે જે ન ભૂતો ન ભવિષ્યતો જેવો સાબિત થયો હતો.અનેક વિદ્યાર્થીઓ ના જીવનમાં જ્ઞાન રૂપી તથા સંસ્કાર અને જીવન ઘડતરનો દીપ પ્રગટાવનાર આ સારસ્વત નું વડનગર વાસીઓએ ખૂબ જ દબ દબા ભેર સ્વાગત સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં સાધુ સંતોએ આરસી વચન આપ્યા હતા તેમ જ ઉપસ્થિત તમામ લોકોને ભોજનની ભેટ આપનાર દાતા આનંદભાઈ ભુવાજી સાથે મોટી સંખ્યામાં હોય નિવૃત્ત થયેલા પ્રોફેસરના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા

— શિક્ષક કદી સાધારણ નથી હોતા, વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકને વિવેકાનંદ સાથે સરખાવ્યા :

જો પ્રોફેસર રણજીતસિંહ રાઠોડની વાત કરવામાં આવે તો તેમણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ઉપરાંત આર્થિક યોગદાન આપી જરૂરતમંદ વિદ્યાર્થીઓ ની કોલેજ ફી ભરી માનવતા નું કામ કર્યું તેમણે કર્યું હતું. ઉપરાંત દરેક સમાજના લોકોને સાથે રાખ્યાં
અનેક વિદ્યાર્થીઓએ તેમને સ્વામી વિવેકાનંદ સાથે સરખાવ્યા
યુવાનોમાં છુપાયેલ પ્રતિમા ને બહાર લાવવાનું કામ કર્યું હતું.

— માણસ પ્રકૃતિ તરફ જીવતો હોય છે પરંતુ શિક્ષક માણસને સંસ્કૃતિ તરફ દોરી જવાનું કામ કરે છે: ભાજપ અગ્રણી

ભવયાતી ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના અગ્રણી જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે સમાજ જીવનમાં માણસ પ્રકૃતિ તરફ જીવતો હોય છે. સંસ્કૃતિ તરફ દોરી જનાર કોઈ પરિબળ હોયતો એ શિક્ષક છે.

— શિક્ષણ ક્ષેત્રે કામ કરવું એટલે તલવારની ધાર પર ચાલવું:

કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી રાઠોડે જણાવ્યૂ હતું કે,શિક્ષકએ તલવારની ધાર પર ચાલવાનોવ્યવસાય છે.મેં ક્યારેય કામ ચોરી કરી નથી.ક્યારેય કોઈની સાથે સંબંધ બગાડ્યો નથી. હંમેશા શિક્ષકનો ધર્મ નિભાવ્યો, હંમેશા વિદ્યાર્થીની ભાવના સાથે જોડાયેલાને સરસ માર્ગ બતાવ્યો છે.મારી સાથે જોડાયેલ સમગ્ર વિદ્યાર્થીઓ ઉત્તમ પોસ્ટ પર બેઠા છે.

— સેવા નિવૃત પ્રોફેસર હવે સમાજ સેવા થકી સંસ્કારોના દીવડા પ્રજવલિત કરશે :

કોલેજમાંથી પ્રોફેસર તરીકે સેવા નિવૃત્ત થતા મુરબ્બી શ્રી રાઠોડ સાહેબ આવનારા દિવસોમાં હવે સમાજ સેવા થકી સંસ્કારોના દીવડા પ્રજવલિત કરશે. તેઓ પ્રોફેસર હોવાની સાથોસાથ મા શારદાના આશીર્વાદથી કલમ વીર પણ છે. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન પાંચ જેટલા પુસ્તકો પણ લખ્યા છે.

— આનંદ ભુવાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરી :

કાર્યક્રમમાં ઉપસ્થિત ખીચો ખીચ જનમેદની માટે ધાર્મિક સંસ્થાનો સાથે જોડાયેલા યુવા આનંદ ભુવાજીએ ભોજન વ્યવસ્થા પૂરી પાડી હતી. ભુવાજીએ અન્નદાન કરી પુણ્યનું ભાથું બાંધી હતું. ઉલ્લેખનીય છે કે ધર્મ સંસ્કૃતિને ઉજાગર કરતા આનંદ ભુવાજી અનેકવિધ ગામોમાં સ્વખર્ચે વિવિધ ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. જરૂરિયાત મંદ લોકોને સર્વાંગી ક્ષેત્રે આર્થિક સહયોગ આપતા આનંદ ભુવાજીને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમારોહ નું સફર આયોજન કરનાર અભિવાદન સમિતિ. સભ્યો. માધું ભાઈ ચોધરી. ભરત ભાઈ દેસાઈ. ઉર્વીષ સુખડીયા. સંજય ભાઈ. રવિ મકવાણા. અરવિંદ રાજપૂત. બકાંજી. હસમુખજી. સુરજ જોગણી ગ્રૂપ કરબટીંયા. અભિવાદન સમિતિ અને ગંગાજળ પરિવાર અને તમામ સ્વયંસેવક આ પોગ્રામ ભવ્ય બનાવ્યો હતો.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
4:11 pm, Jan 18, 2025
temperature icon 30°C
clear sky
Humidity 28 %
Pressure 1011 mb
Wind 6 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:16 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0