કડીમાં ગણપતિના દર્શન કરીને ઘરે એક્ટીવા લઇને જતી મહિલાને ગાયે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત

શેર કરવા અહીં ક્લિક કરો.

— ઘરે જતી મહિલાને ગાયે અડફેટે લીધી :

— ગણપતિના દર્શન કરીને ઘરે જતી હતી મહિલા :

— મહિલા ને ઇજાઓ પહોચતા ભાગ્યોદય હોસ્પીટલમાં ખસેડાઇ :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરની અંદર રોડ રસ્તા ઉપર રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે  અને રોડ પર રખડતી ગાયોએ અનેક લોકોને હડફેટે લઇને ઇજા પણ પહોંચાડી છે  થોડાક દિવસો અગાઉ કડી શહેરની અન્ય એક બાઈક સવાર યુવકને ગાયે શિંગડાથી ઉછાળીને ઘાયલ કર્યો હતો ત્યારે કડી શહેરમા શનિવારે રાત્રે એક મહીલાને ગાયે અડફેટે લઈને ઈજાગ્રસ્ત કરી હતી

— ગણપતિના દર્શન કરીને ઘરે એક્ટીવા લઈને જઈ રહી હતી મહિલા :

કડી શહેરમાં પાણીની ટાંકી પાસે વર્ષોથી ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે અને દરરોજ રાત્રે પ્રોગ્રામ ના અલગ અલગ  કાર્યક્રમો પણ રાખવામાં આવે છે ત્યારે દેત્રોજ રોડ ઉપર આવેલ વાત્સલ્ય સીટીમાં રહેતા મંજુલાબેન પટેલ કે જેઓ પોતાનું એક્ટિવા લઈને શનિવારે રાત્રે પાણીની ટાંકીએ ગણપતિ દર્શન કરવા માટે આવ્યાં હતાં અને દર્શન કરીને પોતાનું એક્ટિવા લઈને ઘરે પરત જઈ રહ્યા હતા
તે દરમ્યાન દેત્રોજ રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ કૉમ્પ્લેક્સની સામે જોગણી માતાજીના મંદિર પાસે અચાનક જ ગાય દોડતી આવીને એક્ટિવા લઈને જઈ રહેલા મંજુલાબેનને અડફેટે લેતાં મંજુલાબેન ઍક્ટિવા સાથે રોડ ઉપર પછડાયા હતા જ્યાં ઍક્ટિવા સાથે મહિલા રોડ ઉપર પથરાતા આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં  જ્યાં મહિલાએ પોતાના પરિવારને જાણ કરતા પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો ગાયે મહિલાને અડફેટે લેતાં મહિલા નીચે પછડાઈ હતી ત્યારે મહિલાને ઈજાઓ પહોંચતાં પરિવાર મહિલાને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર  લઇ ગયાં હતાં  ત્યાં મહિલાને ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી

— કડીમાં ગાયે અડફેટે લેવાના અનેક બનાવો બન્યા :

કડી શહેરની અંદર અનેકોવાર ગાય રાહદારીઓને અડફેટે લઈને ઇજાઓ પહોંચાડી છે તેમજ થોડાક દિવસો અગાઉ વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યો હતો તે દરમ્યાન ગાયે શીંગડે ભરાવીને રોડ ઉપર વિદ્યાર્થીને પછાડ્યો હતો તેમજ થોડાક દિવસો અગાઉ તિરંગો  યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ગાયે અડફેટે લીધા હતા અને થોડાક દિવસો અગાઉ કડીની સર્વવિદ્યાલય હાઈસ્કૂલનો પાછળ બાઈક સવાર યુવાનને  ગાયે અડફેટે લઈને ઈજાઓ પહોચાડી હતી  કડી શહેરમાં રોડ રસ્તા ઉપર રખડતી ગાયોથી લોકો ત્રાહિમામ થઈ ગયાં છે ત્યારે  હાલ કડી શહેરના નાગરિકોને રોડ રસ્તા ઉપર થી નિકળવુ ભારે મુશ્કેલ બની ગયું છે
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.