સમી તાલુકામાં રોડના કામ દરમિયાન કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત, અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત….

May 28, 2026

ગરવી તાકાત પાટણ : સમી તાલુકામાં RCC રોડના કામ દરમિયાન બેદરકારીપૂર્વક દોડાવાયેલા કોન્ક્રીટ મિક્સર મશીનની ટક્કરે મહિલાનું મોત થયું અકસ્માતમાં મહિલાના પતિ અને ભાણી ઈજાગ્રસ્ત બન્યા ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ચાલક મિક્સર મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ જતાં સમી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સમી વેપારીવાસના મૂળ વતની અને હાલ ભૂજ ખાતે વેપાર કરતા હનનભાઈ હારૂનભાઈ સૈયદ પરિવાર સાથે સમી આવ્યા મોડી રાત્રે હનનભાઈ પત્ની આઈશાબેન અને ભાણી નુરબીબી સાથે મોટા માઢ જવા માટે ઘરની બહાર એક્ટિવા પર બેઠા.

નાગપુરમાં ભયંકર અકસ્માત: ઓવરટેક કરવા જતાં 7 લોકોના મોત, બાળકીનો આબાદ બચાવ |  five dead in a road accident at nagpur

દીકરો ઘરે ન હોવાથી એક્ટિવા ચલાવવા સંબંધીએ આવવાનું સંબંધી અબ્દુલમજીદ ચાવી લેવા ઘરમાં ગયા તે દરમિયાન RCC રોડનું કામ ચાલી રહ્યું હોય ત્યાં તળાવની પાળ તરફથી આવેલા કોન્ક્રીટ મિક્સર મશીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી જેમાં આઈશાબેન નીચે પટકાતા મિક્સર મશીનનું ટાયર તેમના જમણા પગ પરથી ફરી વળ્યું જેના કારણે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું જ્યારે હનનભાઈને ડાબા પગે ફ્રેક્ચર અને ભાણી નુરબીબીને પગમાં ઈજા પહોંચતા સારવાર અપાઈ.

સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર એક યુવકે આચર્યો દુષ્કર્મ,પોલીસ  ફરિયાદ…. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

અકસ્માત બાદ ચાલક મશીન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો અને મશીન પર નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને પ્રથમ સમી સરકારી હોસ્પિટલ અને બાદમાં પાટણ ખાતે સારવાર માટે ખસેડાયા પત્નીની અંતિમવિધિ બાદ હનનભાઈએ સમી પોલીસ મથકે મિક્સર મશીન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી પોલીસ મિક્સર મશીન કબજે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાલકની શોધખોળ હાથ ધરી અકસ્માતની ઘટનાને પગલે પોલીસે મિક્સર મશીનને જપ્ત કર્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0