સાંતલપુર નજીક આવેલા માનપુરા ગામે ઘાસચારા ભરેલી ટ્રકમાં અચાનક લાગી આગ…

October 1, 2025

ગરવી તાકાત પાટણ : સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા માનપુરા ગામે એક દુર્ઘટના સર્જાઈ રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે વિતરણ કરવામાં આવતો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી જેમાં સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઈ ગયો માહિતી અનુસાર ઘાસચારાનો જથ્થો લઈને માનપુરા ગામે પહોંચેલી ટ્રક ગામમાં ઉપરથી પસાર થતા.

વીજ વાયરના સંપર્કમાં આવી આ સંપર્કને કારણે ટ્રકમાં આગ લાગી જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ ઘટનામાં આગે ઘાસચારા સાથે ટ્રકને પણ સંપૂર્ણપણે બાળીને નષ્ટ કરી દીધી ગ્રામજનો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી સફળતા મળી ન હતી.

Fire in a truck loaded with fodder in Manpura near Santalpur | સાંતલપુર  નજીક માનપુરામાં ઘાસચારા ભરેલી ટ્રકમાં આગ: સરકાર દ્વારા વિતરિત પશુ ચારો  બળીને ખાખ - Patan News | Divya Bhaskar

ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે પૂરવઠો થતો ઘાસચારો આગમાં નષ્ટ થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ અને વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચી ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0