ગુજરાતમાં ચાર વર્ષમાં કુલ 25 હજારથી વધુ કેસ સર્પદંશના નોંધાયા, ગુજરાતનો એવો જિલ્લો જ્યાં પગ મુકો ત્યાં સાપ ફરતાં હોય છે

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉનાળામાં જમીન તપેલી હોય છે. ચોમાસામાં એ જમીનમાં પાણી સાપના દરમાં જાય છે. જેમાં તેને ગરમી, ગભરામણનો અનુભવ થતો હોવાથી સાપ ચોમાસામાં પોતાના દરમાંથી બહાર આવી જાય છે. એ જ કારણ છેકે, ત્યારે સાપ કરડવાના કેસ વધારે બનતા હોય છે

ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 13 – ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? કયો જિલ્લો એવો છે જ્યાં ચોમાસામાં બહાર નીકળતા ડરે છે લોકો? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું? જાણો આવા તમામ સવાલોના જવાબો… સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

ચોમાસાનીઋતુનો પ્રારંભ થતા મહાનગરોમાં સરિસૃપો બહાર આવવાની ઘટના વધવા લાગે છે. ઘણી વખત રહેણાક વિસ્તારમાં પ્રવેશી ગયેલા સાપ કરડવાના બનાવ પણ નોંધાતા હોય છે. ત્યારે 108માં આવેલા કોલ મુજબ અમદાવાદમાં છેલ્લા 7 વર્ષમાં સાપ કરડવાના કુલ 500 થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચાર વર્ષમાં કુલ 25 હજારથી વધુ કેસ સર્પદંશના નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજ્યના વલસાડ જિલ્લામાં નોંધાય છે. દર વર્ષે રાજ્યમાં સાપ કરડવાના લગભગ 5 હજારથી વધુ કેસ નોંધાતા હોય છે. સામાન્ય દિવસો કરતા ચોમાસામાં સાપ કરડવાના કેસમાં વધારો નોંધાતો હોય છે.

નિષ્ણાતોની માનીએ તો, ઉનાળામાં જમીન તપેલી હોય છે. ચોમાસામાં એ જમીનમાં પાણી સાપના દરમાં જાય છે. જેમાં તેને ગરમી, ગભરામણનો અનુભવ થતો હોવાથી સાપ ચોમાસામાં પોતાના દરમાંથી બહાર આવી જાય છે. એ જ કારણ છેકે, ત્યારે સાપ કરડવાના કેસ વધારે બનતા હોય છે. ચોમાસામાં દેડકા વધારે જોવા મળતા હોવાથી શિકાર કરવા સાપ ગમે ત્યાં પહોંચી જતા હોય છે. જેથી દેડકાની પાછળ સાપ ઘરમાં પણ આવી જતા હોય છે અને સર્પ દંશના બનાવ બને છે.

ગુજરાતમાં કેમ સતત વધી રહ્યાં છે સાપ કરડવાના કિસ્સા? ગુજરાતમાં કયા જિલ્લામાં બને છે સૌ વધુ સાપ કરડવાના બનાવ? એમાંય ચોમાસામાં સર્પદંશના કેસો વધવાનું શું કારણ? સાપ કરડે ત્યારે શું કરવું તે પણ જાણી લો તો તુરંત બચાવ થઈ શકે. સાપ ખુબ જ ઝેરી હોય છે. સાપને જોઈને જ લોકોને ડર લાગતો હોય છે. પરંતુ હવે ઉત્તરોતર સર્પદંશના કેસ વધી રહ્યા છે. અવાર નવાર લોકોને કાળોતરો ડંશી રહ્યો છે. ચોમાસામાં આવા કેસોની સંખ્યા ખુબ વધી જાય છે. તેની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

સાપ કરડે તો સૌથી પહેલાં તો 108ને જાણ કરી દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. 70 સાપ બિનઝેરી હોય છે જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરવી જોઈએ. સાપ કરડે ત્યારે ઘરગથ્થુ સારવારના ભરોશે ન રહેવું જોઈએ. સર્પદંશ થાય તે સમયે દર્દીને ચત્તા સુવડાવી રાખવા જોઈએ. સ્થિર રાખી બિલકુલ હાથ-પગ વાળવા ન જોઈએ. સાથે જ હાથ-પગમાં લોહીનું પરિભ્રમણ બંધ થાય તેનું ધ્યાન રાખવું. ચારે બાજુથી નાડી, દોરી બાંધીને દબાણ આપીને વધારે થાય તેવું ન કરવું. તેનાથી હાથ અને પગને કાપવો પણ પડી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.