અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજસ્થાનના જયપુરની ટીમે ભીલડીમાં ડોક્ટરને ભૃણ જાતિ પરીક્ષણ કરતા રંગેહાથે પકડી જેલમાં ધકેલી દીધો

November 14, 2022

— ભીલડીમાં ડોક્ટર કે.બી.પરમારના કાળા કરતૂતોનો પર્દાફાશ : ગર્ભ પરીક્ષણ કરી રૂપિયા પડાવતા પકડાયો :

— ડો.કે.બી પરમારને ત્યાં રાજસ્થાનના સ્વાસ્થ્ય અને આરોગ્ય કલ્યાણ વિભાગના દરોડાથી ફફડાટ :

ડીસા તાલુકાના ભીલડી શહેરમાં ખાનગી ડોક્ટર જાતિ પરીક્ષણ કરતો હોવાની વિગતો મળતા રાજસ્થાન રાજ્યના સ્વાસ્થ્ય અને આરોગ્ય કલ્યાણ વિભાગની ટીમે ડિકોય ઓપરેશન હાથ ધરી ડોક્ટર અને મહિલા દલાલને રંગેહાથ ઝડપી પાડતા ધરપકડ કરી છે. રાષ્ટ્રીય હેલ્થ મિશનના મિશન ડાયરેક્ટર સુધીર કુમાર શર્મા એ માહિતી આપતા કહ્યું કે પીસીપીએનડીટી યુનિટના પોલીસ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ગંગવાણીને માહિતી મળી હતી કે રેવદર જિલ્લાના સિરોહીમાં એક મહિલા બ્રોકર જમનાદેવી ગુજરાતના એક ડોક્ટરના સંપર્કમાં છે. જે ૫૦ હજાર રૂપિયા લઈ ગર્ભવતી મહિલાઓને ગુજરાતમાં ક્યાંક પોતાની સાથે લઈ જઈ ગેરકાયદેસર ગર્ભ જાતિ પરીક્ષણ કરાવે
આ માહિતી પર જયપુરથી પોલીસ ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર ગંગવાણીના નેતૃત્વમાં કોન્સ્ટેબલ કૈલાશ ચંદ્રા,નરેન્દ્ર કુમાર અને શાનુ ચૌધરીની સાથે જાલોર જિલ્લા પીસીપીએનડીટી સંયોજક શંકર લાલ સુથાર અને સિરોહી જિલ્લા પીસીપીએનડીટી સંયોજક દેવકિશન ની ટીમ બનાવવામાં આવી જે ગુરુવારે રેવદર પહોંચી હતી. જ્યાં ગર્ભવતી મહિલા અને મદદગારે મહિલા દલાલ જમના દેવી (૪૫), રેવદર જિલ્લા સિરોહીની રહેવાસીનો સંપર્ક કર્યો અને ગુજરાતમાં કયા જાતિ પરીક્ષણ કરાય છે તેની વિગત મેળવતા ભીલડીના ડો.કે.બી.પરમાર હોસ્પિટલ અને મેટરનિટી હોમનું નામ આવ્યું હતું. જ્યાં ભૃણ જાતિ પરીક્ષણ માટે ડોક્ટરના ૪૦ હજાર રૂપિયા અને દલાલી તરીકે ૧૦ હજાર રૂપિયા તેવું જણાવતા ટીમ દ્વારા ડીકોય ઓપરેશનની યોજના બનાવી અને સગર્ભા મહિલાના સહાયકે પીસીપીએનડીટી યુનિટ દ્વારા મહિલા બ્રોકરને સોંપવામાં આવેલા ૫૦ હજાર રૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ તેઓ ભીલડી આવવા રવાના થયા. પાછળ થી પીસીપીએનડીટી ટીમ તેમનો પીછો કરતી રહી ત્યારે ભીલડી ખાતે આવેલ ડો.કે.બી.પરમારની હોસ્પિટલમાં ડિકોય યોજના પ્રમાણે ડમી ગ્રાહક મોકલી સોનોગ્રાફી કરાવીને છોકરો હોવાનું જણાવ્યું હતું. તે દરમિયાન ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને ડૉ. કે.બી.પરમાર ને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધા અને મહિલા દલાલ પાસેથી ૪૦ હજાર અને ૧૦ હજારની ઉચાપતની રકમ કબજે કરી હતી. સ્થળ પરથી મહિલા દલાલ અને ડોક્ટર ની  અટકાયત કરી અને સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભીલડીમાં રહેતા ડો.કે.બી.પરમાર ને ત્યાં અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
અને તે સમયે પણ સોનોગ્રાફી મશીન સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ફરી એકવાર જાતિ પરીક્ષણ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ અંગે અધિકારીના જણાવ્યા પ્રમાણે  દલાલ જમનાબાઈએ રાજસ્થાનથી બે વર્ષ થી સગર્ભા સ્ત્રીઓને ગર્ભના લિંગ પરીક્ષણ માટે અહીં લાવતી હતી. ભીલડી ડોક્ટર અને મહિલા દલાલની ધરપકડ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર મનોહરલાલ મીનાએ વધુ તપાસ માટે બન્નેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

— બનાસકાંઠા આરોગ્ય વિભાગ સામે સવાલ ઉઠ્યા ?

બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારે અનેક ડોક્ટરો દ્વારા છુપી રીતે ગર્ભ પરિક્ષણ કરવામાં આવતું હોવાનું કહેવાય છે તેમ છતાં રાજસ્થાનનું આરોગ્ય વિભાગ બનાસકાંઠામાં આવીને ડોક્ટરને ગર્ભ પરીક્ષણ કરતાં ઝડપી પાડ્યો છે. ત્યારે બનાસકાંઠાનું આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાતાં તેમની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
7:45 pm, Dec 9, 2024
temperature icon 17°C
scattered clouds
Humidity 23 %
Pressure 1016 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 12 mph
Clouds Clouds: 27%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:11 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0