સાબરકાંઠામાં આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી 2 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યો…

July 15, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી આ ઝુંબેશ અંતર્ગત LCBએ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 અને 8 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ ખેમરાજભાઈ ડાંગીને LCB ટીમે MDI C રોડ પરથી ઝડપી લીધો બીજી તરફ, ચિઠોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને અકસ્માતના મળી કુલ 2 ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી કમલેશભાઈ ગણેશલાલ લુહારને LCB ટીમે દેબારી ચોરાહા રોડ પરથી ઝડપી પાડ્યો.

બંને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પોલીસને સજા પામેલા આરોપીઓને પકડવાની સૂચના મળ્યા બાદ. હિંમતનગર બી ડિવિઝન પોલીસે પોસ્ટ ઓફિસ ખાતેથી એક આરોપીને ઝડપી લીધો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ PI ડી.એન. વસાવા.

અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું આ દરમિયાન હિંમતનગર જનરલ પોસ્ટ ઓફિસ પાસે બાતમી મળી બાતમીના આધારે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, હિંમતનગરના સી.સી. નં. 5748/2025ની ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબના કેસમાં સજા પામેલા આરોપી રસીકલાલ નટવરલાલ શાહ (રહે. ચેહરકૃપા સોસાયટી, બ્રાહ્મણીનગર)ને તેના ઘરેથી ઝડપી લઈને સબ જેલ હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યો.

Sabarkantha LCB Arrests Fugitives From Rajasthan in Prohibition Case

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0