ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સસંદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.જેમાં આદર્શ ગ્રામમાં કરવાની થતી પ્રવૃતિઓ બાબતે વિગતે પ્રઝન્ટેશન રજૂ કરાયું હતું.પર્સનલ,હ્યુમન, સોશ્યલ અને ઇકોનોમીકનાના
તમામ પાસાઓ બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી.સંસદ આદર્શ ગામમાં
પાંચોટ,મરતોલી,મંડાલી,પઢરીયા,ગોરાદ,ક્લાયણપુરા,બલોલ,સુલતાનપુર,કહિપુર અને ચડાસણ ગામોની વિગતે ચર્ચા કરાઇ હતી.આ યોજનમાં કાર્યરત વિભાગો જિલ્લા આયોજન કચેરી,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત,જિલ્લા શિક્ષણ
સમિતિ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી, ગ્રામીણ વિકાસ, આઇ.સી.ડી.એસ,ઉત્તર ગુજરાત વીજ કંપની,જંગલ ખાતુ,જિલ્લા પુરવઠા વિભાગ સહિતના વિભાગોની સમીક્ષા કરાઇ હતી.
સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે વિકાસના નવીન અભિગમ અંતર્ગત ગામડાઓનો ટકાઉ વિકાસ થાય તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય જીવનની ગુણવત્તા અને જીવનધોરણને અસરકારક રીતે સુધારવું,ગ્રામીણ ભારતના સારને જીવંત રાખીને
ઉચ્ચ સ્તરની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી,,સામાજિક મૂડીને ઉન્નત કરીને આજીવિકાની અદ્યતન તકો પૂરી પાડવી,માનવ વિકાસને વધારવો અને સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા સહિતની કામગીરી માટે વિવિધ વિભાગોને અનુંરોધ કર્યો હતો
બેઠકમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી,અમજલજી ઠાકોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એમ.ચાવડા, જિલ્લા આયોજન અધિકારી હાર્દિક ખાણધર,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન હરીભાઇ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ,નગરપાલિકાના પ્રમુખશ્રીઓ,સંબધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


