ઇડર ના બડોલી માં જય અંબે યુવક મંડળ દ્વારા વિસામો શરૂ કરાયો.
ગરવી તાકાત ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
ઉત્તર ગુજરાતનાં મોટા અંબાજી અને નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા ખાતે ભાદરવા સુદ પૂનમ નિમીતે લાખો શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શને જતાં હોય છે. ભાદરવી સુદ એકમ થી પુનમ સુધી પદયાત્રીઓ માતાજીનો સંઘ લઇ પગપાળા જતાં હોય છે. ત્યારે દીવસ રાત રોડ પરથી પ્રસાર થતાં લાખો શ્રદ્ધાળુઓ ની સેવા કરવા માટે ઠેર ઠેર વિસામા બનાવવા માં આવે છે તેવીજ રીતે આ વર્ષે બડોલી ગ્રામજનો દ્વારા બડોલી જય અંબે યુવક મંડળ દ્વારા બડોલી દૂધ મંડળી ની સામે વિસામા ની વ્યવસ્થા કરવા માં આવી છે ત્યાંથી પસાર થતા તમામ ભક્તો ને લાડુ અને ફૂલવડી નો પ્રસાદ આપવા માં આવે છે તેમજ મેડિકલ ની જરૂરિયાત યાત્રી ને તે પણ સેવા આપવા માં આવે છે બડોલી ગામ ના યુવકો વડીલો અને મહિલાઓ બાળકો પણ આ સેવા કરવા નો લાભ ઉઠાવી ખડે પગે સેવા કરી રહ્યા છે.






