એક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 913 લોકોએ એકસાથે કરી લીધો હતો આપઘાત 

July 6, 2024

હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. અહીં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુર્ઘટના સર્જાઇ હતી. ત્યારબાદ ભોલે બાબાની ખુબ ચર્ચા થઈ રહી છે. પરંતુ અમે તમને એક એવા ધર્મગુરૂ વિશે જણાવી રહ્યાં છીએ, જેના કહેવાથી 913 લોકોએ આપઘાત કરી લીધો હતો.

image

હાથરસમાં નારાયણ સાકાર હરિના સત્સંગમાં થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ નારાયણ સાકાર સાથે જોડાયેલા ઘણા તથ્યો સામે આવી રહ્યાં છે. તેની કાળી ચાથીથી લઈને હેન્ડપંપના પાણી સુધીની ચર્ચા થઈ રહી છે. તે પણ જણાવવામાં આવી રહ્યું છે કે તે કઈ રીતે ભક્તોને આકર્ષિત કરતો હતો. આ વચ્ચે તે ધર્મગુરૂ વિશે જણાવવું જરૂરી છે, જેના કહેવા પર 913 લોકોએ આપઘાત કરી લીધો હતો.

જે કલ્ટ લીડરની અમે વાત કરી રહ્યાં છીએ તેનું નામ જિમ જોન્સ હતું. જેનો જન્મ 13 મે 1931ના ક્રેટે સિટીમાં થયો હતો. તેનો પરિવાર ગુમનામીનું જીવન જીવતો હતો. તેને ખુબ ઓછા લોકો જાણતા હતા. પરંતુ જિમ જેમ-જેમ મોટો થયો, તેને ફેમસ થવાની ઘેલછા જાગી હતી. તે ઈચ્છતો હતો કે કંઈક એવું કરવામાં આવે, જેનાથી લોકો તેને જાણવા લાગે. આ કારણે તેણે ધર્મગુરૂ બનવાનું નક્કી કર્યું હતું, જે પ્રસિદ્ધિ માટે તેને શોર્ટકટ અપનાવ્યો હતો.

image

જિમ જોન્સ અમેરિકામાં એક ફાધર (પાદરી) બની ગયો હતો. જિમે પોતાનું એક ચર્ચ પણ બનાવી લીધુ હતું. તેનું નામ તેણે ધ પીપલ્સ ટેમ્પલ રાખ્યું હતું. જિમે ધીમે-ધીમે પોતાનો પ્રભાવ વધાર્યો અને તેના ચર્ચમાં લોકો આવવા લાગ્યા હતા. તેની વાતોથી લોકો પ્રભાવિત થતા હતા, તેને ફોલો કરતા હતા. જોન્સ ખુદને ભગવાન કહેવા લાગ્યો હતો અને તેના ફોલોઅર્સ પણ આ વાત માનતા હતા.

વર્ષ 1965માં જિમ જોન્સ કેલિફોર્નિયા પહોંચ્યો હતો. ત્યાં તેણે લોકોને લલચાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે રાજનીતિમાં પણ તેના સંબંધો બન્યા હતા. ત્યારબાદ અમેરિકાના મીડિયાએ તેની વિરુદ્ધ સમાચાર છાપવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ સરકાર પણ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. પોલ ખુલતી જોઇ જિમ ગુયાના ભાગી ગયો હતો. ત્યારે વિયતનામ અને અમેરિકામાં યુદ્ધ ચાલી રહ્યું હતું. ગુયાનાને ડર હતો કે અમેરિકા તેના પર હુમલો ન કરી દે. તે માટે ગુયાનાએ જિમને 3800 એકર જમીન આપી જેથી તે ત્યાં રહે, તેના અનુયાયી પણ આવે, જે અમેરિકાથી હતા. પછી અમેરિકા પોતાના લોકોને નહીં મારે અને ગુયાના દેશ પર પણ હુમલો થશે નહીં.

જિમ જોન્સએ પોતાના આશ્રમનું નામ જોન્સટાઉન રાખ્યું. તેમાં આશરે 1000 આફ્રિકી અને અમેરિકી અનુયાયી રહેલા લાગ્યા. જિમ જોન્સ જે ઈચ્છતો હતો તે કરતો હતો. તે ખુદને ભગવાન ગણાવી અનુયાયીઓ પર અત્યાચાર કરવા લાગ્યો. અનુયાયી બહાર પણ જઈ શકે નહીં. કોઈ ભાગવાનો પ્રયાસ કરે તો ગાર્ડ તેને માર મારતા હતા. પરંતુ પછી ત્યાંથી કેટલાક લોકો ભાગવામાં સફળ થયા હતા.

તે અમેરિકી સંસદ સુધી પહોંચ્યા અને જિમના કારનામા જણાવ્યા હતા. પછી ત્યાંથી એક સાંસદ જિમના આશ્રમનો પ્રવાસ કરવા આવ્યો, પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી હતી. પછી જિમને લાગ્યું કે હવે અમેરિકી આર્મી હુમલો કરશે, તેથી તેણે ખુદ મરવાનો નિર્ણય કર્યો હતો. તેણે પોતાના બધા અનુયાયીઓને દ્વાક્ષના જ્યુસમાં ઝેર ભેળવી આપ્યું અને તેને પીવા માટે કહ્યું, બધાએ આ જ્યુસ પીધું હતું. નવજાત બાળકોને ઈન્જેક્શનથી ઝેર આપવામાં આવ્યું હતું. અંતમાં જિમે એક ગાર્ડ પાસે ખુદને ગોળી મરાવી અને તેનું મોત થયું હતું. આશરે 913 લોકોએ એક સાથે આપઘાત કર્યો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0