ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાની કલેકટર કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કિશોરી કુશળ બનોની થીમ પર આધારિત ઉજવણીનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાઓ દ્વારા લોકલ ચેમ્પિયન દિકરીઓનું સન્માન કરવામાં આવ્યંચ હતું તેમજ દીકરી વધામણા કિટ વિતરણ અને કિશોરી હાઈઝીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર,પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર વગેરે સેન્ટરો સાથે સંકળાયેલી મહિલા કર્મિઓ દ્વારા સેન્ટરો પર આપવામાં આવતી વિવિધ સેવાઓ,કાનૂની સહાય વગેરેની વિસ્તારથી માહિતી આપીને સૌને અવગત કરાવ્યા હતા. આ વેળાએ વિવિધ જિલ્લાઓમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલી દીકરીઓ સાથે રાજ્યકક્ષાના મંત્રી,મહિલા અને બાળકલ્યાણ,સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી શ્રીમતી મનીષ વકીલે પરિસંવાદ કર્યો હતો અને માહિતગાર કર્યા હતા.
અંતે ઉપસ્થિત સૌએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે મહિલા આત્મનિર્ભર બને,દિકરીના શિક્ષણ અને સલામતીને સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પ્રોબેસનરી આઇએએસ અધિકારીશ્રી પ્રશાંત પટેલ,મહિલા અને બાળ અધિકારીશ્રી મુકેશ પટેલ,મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ભારતીબેન અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી.