વિજાપુર-આનંદપુરા માર્ગ પર સાગર બંગલોઝ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં આનંદપુરા ગામના એક વ્યક્તિનું મોત

July 9, 2026

ગરવી તાકાત મહેસાણા : વિજાપુર-આનંદપુરા માર્ગ પર સાગર બંગલોઝ નજીક થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં આનંદપુરા ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યું આ ઘટના અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આનંદપુરા ગામના વિનોદકુમાર મણિલાલ પટેલ (ઉ.વ. 53) ગઈ કાલે સાંજે પોતાની એક્ટિવા (રજી. નં. GJ-02-BF-9727) લઈને વિજાપુરથી આનંદપુરા તરફ જઈ રહ્યા.

તે દરમિયાન સાગર બંગલોઝ નજીક પાછળથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા ફોર વ્હીલરના ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી ટક્કરના કારણે વિનોદકુમાર પટેલ રોડ પર પટકાયા જેનાથી તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરે અન્ય ઇજાઓ પહોંચી ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળે દોડી આવ્યા તેમને એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો મૃતકના ભત્રીજા સ્નેહલકુમાર મહેશભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ફોર વ્હીલર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થયેલા વાહનચાલકની શોધખોળ ચાલી રહી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0