ગરવી તાકાત ઇડર : ઇડર તાલુકાના પોશીના ગામમાં આવેલ સુપ્રસિદ્ધ પાર્શ્વનાથ જૈન તીર્થમાં મધરાત્રે ચોરીની ઘટના બનતા સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ ત્રણ અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અતિ પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમ સહિત 1.52 લાખથી વધુની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા ઇડર તાલુકાના પોશીના ગામમાં આવેલ સુપ્રસિદ્ધ પાર્શ્વનાથ જૈન તીર્થમાં ગત તારીખ 12/05/2026 ના રોજ મધરાત્રીના સમયે ચોરીની સનસનીખેજ ઘટના બની.
આશરે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરો દેરાસરમાં ઘૂસી આવ્યા અને જ્યારે તેઓ તાળાં તોડી રહ્યા ત્યારે તેનો અવાજ સાંભળી તીર્થના મેનેજર મહેશભાઈ બારોટ જાગી ગયા તેમને જાગેલા જોઈ તસ્કરો દીવાલ કૂદીને નાસી છૂટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું બીજા દિવસે સવારે જ્યારે પૂજારી મેહુલભાઈ રાવલ પૂજા કરવા માટે મંદિરમાં આવ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની જાણ થઈ આ અંગેની ખબર મળતા જ ટ્રસ્ટના પ્રમુખ પિકેશકુમાર મહેન્દ્રભાઈ શાહ.
અને કોષાધ્યક્ષ જીગરભાઈ મહેતા તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે, નેમીનાથ ભગવાનના દેરાસરમાં રહેલી પાર્શ્વનાથ ભગવાનની પંચધાતુની અતિ પ્રાચીન 3 પ્રતિમાઓ, જેની કિંમત આશરે 1.25 લાખ તેની ચોરી થઈ આ ઉપરાંત, તસ્કરોએ પદ્માવતી માતાના મંદિરના ભંડારનું તાળું તોડી તેમાંથી આશરે 2,000ની રોકડ રકમ અને આશરે 25,000 ની કિંમતની એક નાની પંચધાતુની પ્રતિમા પણ ચોરી કરી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ મળી આવ્યા.
