ગરવી તાકાત મહેસાણા : કડી પાસે આવેલ સુરજ નર્મદા કેનાલ પાસે ટ્રેક્ટર અને એકટીવા ને થયો અકસ્માત અકસ્માતમાં એક મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી કડી તરફ આવી રહેલા એકટીવા લઈને દંપતિને ટ્રેક્ટર ચાલકે અચાનક જ અડફેટે લેતા દંપતી રોડ ઉપર પસડાયા હતા જ્યાં આધેડ મહિલાને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કડીના રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા કિરણભાઈ દવે કે જે પોતે હાલ નિવૃત્ત છે જો પોતે પત્ની સાથે એકટીવા લઈને પોતાના વતન સાંકળી જિલ્લો પાટણ કામ સારું ગયા હતા અને જેઓ પોતાના ઘરે કડી આવી રહ્યા હતા જે દરમિયાન કડીના સૂરજ પાસે આવેલ નર્મદા કેનાલ પાસે
પહોંચતા પાછળથી આવી રહેલ ઈટો ભરીને ટ્રેક્ટર ચાલકે ઓવરટેક કરવા જતા એકટીવા લઈને આવી રહેલા દંપતીને અડફેટે લીધા હતા

જ્યાં અકસ્માત સર્જાતા દંપતી એકટીવા લઈને રોડ ઉપર પછડાયા હતા જ્યાં કિરણભાઈ દવેના પત્ની ના પગ ઉપર ટ્રોલીનું ટાયર ફરી વળતા ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી કિરણભાઈએ પોતાના પુત્રને અકસ્માતની જાણ કરતા તેમના પુત્ર સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં કિરણભાઈ ની પત્નીને કડી ની ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કિરણભાઈએ ટ્રેક્ટર ચાલક વિરોધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી