પાલનપુર જુના બસ સ્ટેન્ડમાં દાહોદ પાલનપુર બસમાં એક માનસિક અસ્વસ્થ યુવકે પોતાના ટીશર્ટથી ગળે ફાંસો ખાવાનો કર્યો પ્રયાસ…

November 3, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર જુના બસ સ્ટેન્ડમાં રવિવારે સાંજે દાહોદ પાલનપુર બસમાં એક માનસિક અસ્વસ્થ યુવકે પોતાના ટીશર્ટથી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો જ્યાં દોડી આવેલી પોલીસની જન રક્ષક ટીમે તેને બચાવી લીધો આ અંગે બસના કંડકટરે પૂર્વ પોલીસ મથકે તેની સામે ગુનો નોધાવ્યો આ બનાવને લઈ ડેપોમાં દોડધામ મચી ગઈ પાટડી તાલુકાના આ દરિયાણાનાો યુવક પાલનપુર આવી ગયો પાલનપુર શહેરમાં રવિવારે જુના બસ સ્ટેન્ડમાં એસ. ટી. બસમાં મુસાફરે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો.

પાલનપુર જૂના બસ સ્ટેન્ડે બસમાં જ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ અંગે પૂર્વ પોલીસ મથકના પી.આઇ.એસ.એમ.પટણીએ જણાવ્યું કે, દાહોદ પાલનપુર બસ નં. જીજે. ઝેડ. પી. 1524માં હિંમતનગરથી સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના સાદરીયાણ ગામનો ગણેશભાઇ હરિભાઇ રાઠોડ પાલનપુર આવવા બેઠો બસ પાલનપુર જુના બસ સ્ટેન્ડે આવી ત્યારે તેણે નીચે ઉતરવાનો ઇન્કાર કર્યો અને પોતાની ટીશર્ટ કાઢી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો.

પાલનપુર જૂના બસ સ્ટેન્ડે બસમાં જ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આથી હાજર સાં ચોંકી ઉઠ્યા આ અંગે પોલીસને જાણ કરતાં 112 જન રક્ષક ટીમના હે.કો. યોગેશદાન વિજયદાન ગઢવી, કિશનકુમાર ભવાનજી ઠાકોર બસ સ્ટેન્ડમાં દોડી આવ્યા તેમણે યુવકને બચાવી લીધો અને પૂર્વ પોલીસ મથકે લઇ જઇ પુછતાછ હાથ ધરી આ અંગે બસના કંડકટર લાલજીભાઇ ઘેમરભાઇ ભટોળે મુસાફર સામે ગુનો નોંધાવ્યો આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી બીજી બાજુ આ યુવક માનસિક અવસ્વથ હોવાનું જણાયું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0