હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ…

November 15, 2025

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજવામાં આવી હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ બેઠકમાં જનસામાન્યને લગતા અનેક પ્રશ્નો રજૂ કર્યા તેમણે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેના વળતર અંગે ચર્ચા કરી.

Sabarkantha Coordination Committee meeting held | સાબરકાંઠા સંકલન સમિતિની  બેઠક યોજાઈ: ધારાસભ્યએ ખેડૂતોના નુકસાન સહિતના પ્રશ્નો રજૂ કર્યા - sabarkantha  (Himatnagar) News | Divya ...

ધારાસભ્યએ નેશનલ હાઈવે અને સર્વિસ રોડ, નગરપાલિકા વિસ્તારમાં રોડ રિસરફેસિંગ, ગટરલાઈન, સ્વચ્છતા, ઓવરબ્રિજ, રેલવે બ્રિજ અને અંડરગ્રાઉન્ડ વીજ લાઈનની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા મેડી ટિંબા માધ્યમિક શાળાની જમીન અને સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ભરવાની કામગીરીનો મુદ્દો પણ રજૂ કરાયો પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ આપ્યા.

District Collector Office in Nyay Mandir Marg,Himatnagar - Government  Organisations near me in Himatnagar - Justdial

સંકલન બેઠકના ભાગ-૨ માં આગામી સમયમાં યોજાનાર યુનિટી માર્ચની ઉજવણી અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.પી. પાટીદાર, તમામ પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0