કડી પોલીસ સ્ટેશન માં રામનવમી શોભાયાત્રા બાદ ફરીથી શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

April 11, 2022

— કડી પોલીસ સ્ટેશન પી.આઇ.ડી.બી. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ :

ગરવી તાકાત મહેસાણા : સમગ્ર ગુજરાત રાજ્યમાં રામનવમી નિમિત્તે રાજ્યની અંદર હિંદુ ધર્મના લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હોય છે ત્યારે જિલ્લા તથા તાલુકા ની અંદર અનેક જગ્યાએ રામનવમી ની શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે રાજ્યની અંદર અમુક જિલ્લા તથા તાલુકા ની અંદર રામનવમી ની શોભાયાત્રા ઉપર જે પથ્થરમારો થયો હતો અને  રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું
જોવા મળ્યું ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ ભવ્ય રામનવમી ની શોભાયાત્રા નું ધામધૂમથી નિકળી હતી. અને વાયુવેગે આ પથ્થરમારાના સમાચાર મળતાં લોકો ચિંતા માં મુકાયા હતા  પણ કડી માં મુસ્લિમ સમાજના આગેવાનો તથા હિન્દુ સમાજના આગેવાનો એકસાથે હળીમળીને આ ભવ્ય શોભાયાત્રા માં સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો
કડી ની અંદર ખોટા મેસેજ કે ગેરમાર્ગે દોરાય નહિ અને શહેર ની  અંદર શાંતિપૂર્ણ માહોલ રહે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડી ની અંદર રામનવમી ભગવાનની શોભાયાત્રા ધામધૂમથી ઉજવણી કરીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી પરંતુ આ બીજા જિલ્લા તથા તાલુકા ની અંદર થઈ રહેલ પથ્થરમારાને કારણે કડી ની અંદર પણ લોકો ગેરમાર્ગે દોરાઇ નહીં તે માટે
હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળીને કડી પોલીસ સ્ટેશન પી.આઇ ડી.બી. ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ બન્ને સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને બંન્ને સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે રહે અને શહેર ની  અંદર કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ મેસેજ કે અન્ય બાબતે  થી કોઈ ગેરમાર્ગે ન દોરાય તેની જાળવણી કરવા માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0