ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાકીય સુવિધાના વિવિધ પડતર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બેઠકની અધ્યક્ષતા કરતા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ રજૂ થયેલા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી તેનો સત્વરે અને સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં સામાન્ય નાગરિકોની સુવિધાના પ્રશ્નો પ્રાથમિકતાના ધોરણે ઉકેલાય તે અત્યંત જરૂરી આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના મતવિસ્તારના રસ્તા, પાણી, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત લોકપ્રશ્નો રજૂ કર્યા.

જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે ઝડપી અને સકારાત્મક પગલાં ભરવા તાકીદ કરી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિત જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.


