વિસનગર ખાતે મહેસાણા તથા ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક યોજાઈ…

September 20, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર નગરપાલિકાના યજમાનપદે શુક્રવારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નગરપાલિકાઓને સ્વચ્છતા રેન્કીંગ સુધારવા સૂચન કર્યું સંકલનમાં ગ્રાન્ટ, શોપિંગ સેન્ટર હરાજીના પ્રશ્નો, જમીન ફાળવણીના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ. મહેસાણા જિલ્લાની વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, ઊંઝા અને કડી તેમજ ગાંધીનગર જિલ્લાની દહેગામ, કલોલ, માણસા સહિતની નગરપાલિકાઓની સંકલન વિસનગર પાલિકાના સભાખંડમાં મળી.

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાની નગરપાલિકાઓની  સંકલન સમિતિની બેઠક યોજાઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત સરકારના ...

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર બી.એમ. પટેલ ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં પાલિકાના અધિકાર ક્ષેત્રમાં આવતાં વિવિધ વિકાસના કામો કેટલા પ્રગતિમાં, કેટલા બંધ તેનું કારણ શું તેમજ ગ્રાન્ટ, શોપિંગ સેન્ટર હરાજીના પ્રશ્નો, જમીન ફાળવણીના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ. રુજુ કરાયેલ પ્રશ્નો પ્રાદેશિક કમિશ્નર લેવલે સોલ્વ કરવાનો પ્રયાસ તેમજ નીતિ વિષયક નિર્ણયો સરકારમાં મોકલવામાં આવશે. સંકલનમાં મંત્રીએ નગરપાલિકાના જે મૂળભૂત પ્રશ્નો જેવા કે કચરાના વર્ગીકરણ અને સ્વચ્છતામાં રેન્કિંગ સુધારવા સૂચન કર્યું.

Latest Visnagar News (વિસનગર સમાચાર): વાંચો 20 સપ્ટેમ્બર ના તાજા સમાચાર  દિવ્ય ભાસ્કર પર

ઉપરાંત, શોપિંગ સેન્ટરની હરાજી માટેની પ્રક્રિયા સરળ બનાવવા સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી રખડતા ઢોર મુદ્દે દરેક નગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ પાસે સૂચન માગ્યા. સંકલનમાં સાંસદ હરિભાઇ પટેલ અને મયંકભાઇ નાયક, જિલ્લાના ધારાસભ્યો, પાલિકાઓનાં ચીફ ઓફિસરો, પ્રમુખો અને કારોબારી ચેરમેનો તેમજ ગુજરાત શહેરી વિકાસ મિશન કચેરી, ગુજરાત શહેરી વિકાસ કંપની, ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન, એફોર્ડેબલ હાઉસિંગ મિશન, સ્વચ્છ ભારત મિશન-અર્બન, મોડેલ ફાયર સ્ટેશન અને સબ મોડેલ ફાયર સ્ટેશન, ટાઉન પ્લાનિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ગાંધીનગર તથા મહેસાણા જિલ્લાની નગરપાલિકાઓની  સંકલન સમિતિની બેઠક યોજાઈ. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત સરકારના ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0