પાટણમાં યોજાનારા ગુજરાતના 62માં સ્થાપના દિને દિલધડક ઈવેન્ટ થશે

April 27, 2022

ગરવી તાકાત પાટણ : ગુજરાતના 62માં સ્થાપના દિનની સૌપ્રથમવાર પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવણી થનાર હોઈ પ્રજાજનોમાં ભારે આનંદ ઉમંગ પ્રવર્તી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. કોલેજ અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.

ગુજરાત ગૌરવ દિન ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર પોલીસ પરેડ અને વિવિધ ઇવેન્ટનું બની રહેનાર છે. આ અંગે છેલ્લા કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં અંતિમ તબક્કાની તાલીમની તૈયારીઓ રૂપે કોલેજ ગ્રાઉન્ડ પર પરેડ સહિત વિવિધ ઇવેન્ટનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ વચ્ચે તાલબદ્ધ રીતે તમામ પરેડ અને ઇવેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ડોગ શો, અશ્વ શો, મહિલા રાયફલ ડિલ, બેન્ડ ડિસ્પ્લે, બાઈકના અદભુત સ્ટંટ અને દિલધડક કરતબો રજૂ કરી મહિલા અને પોલીસ જવાનોની તાલીમબદ્ધ ટિમો દ્વારા તેમનું સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

પરેડ રિહર્સલમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો સહિત જુદા જુદા પોલીસ જવાનોની ટીમો દ્વારા શિસ્તબદ્ધ રીતે સુંદર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.ગુજરાતના વિવિધ જિલ્લાની પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ મહેનત કરીને જોરદાર તૈયારીઓ કરાઈ છે .ત્યારે ગુજરાત ગૌરવ દિન ઉજવણી પ્રસંગે આ તમામ ઇવેન્ટો રજૂ કરવામાં આવે તેવી લોકલાગણી છે, જેથી પાટણ સહિત જિલ્લાભરના લોકોને તે નિહાળવાનો લાભ મળી શકે. પરેડ પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રવિણસિંહ પરમારની નિશ્રામાં પાટણ એસ.પી. વિજય પટેલે પણ કોલેજ ગ્રાઉન્ડ પર પરેડ રિહર્સલ સ્થળની મુલાકાત લીધી હતી.

તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — પાટણ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0