ઇડર ખાતે ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો.
ગરવી તાકાત ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
79મા સ્વતંત્રતા દિવસની તિરંગા યાત્રા અંતર્ગત ઇડર નગરપાલિકા તથા ઇડર તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “ઇડર ટાવર ચોકથી તિરંગા સર્કલ સુધી” ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે 8:30 કલાકે ટાવર ચોકથી પ્રારંભ થયેલી યાત્રા દેશભક્તિના નારા સાથે તિરંગા સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં રાષ્ટ્રગાન ગાઈ દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો.
આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ,જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઇડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, ઇડર ભાજપ પ્રમુખ કૃણાલ કંસારા, ઇડર નગરપાલિકા ચીફ ઓફિસર જૈમિન ચૌધરી, ઇડર ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલ, વડાલી ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઇડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પ્રકાશભાઈ પરમાર, પ્રેમલભાઈ દેસાઈ, કેશુભાઈ રબારી, રાજુભાઈ પટેલ, વિપુલભાઈ લોનવાલા તેમજ નિવૃત ફોજી સહિત સંગઠનના હોદેદારો ની સાથે કાર્યકર્તાઓ, ઇડર યુવા મોરચો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
દેશપ્રેમ, એકતા અને ગર્વના પ્રતિક રૂપ બનેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર ઇડર શહેરને દેશભક્તિના માહોલ અને રંગે રંગી દીધું હતું.




