પાલનપુરના અર્બુદાધામથી હાથી-ઘોડા પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી

February 2, 2023

શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં 1 લાખથી વધુ ચૌધરી-આંજણા સમાજના લોકો જોડાયા 

ગરવી તાકાત, પાલનપુર તા. 02 – પાલનપુરમાં મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા જેથી આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવાના છે.ત્યારે આજે પાલનપુરના અર્બુદાધામ ખાતેથી હાથી 21 ઘોડા, પાલખી સાથે દેશી વાજિંત્રો અને લાઈવ ડીજેના તાલે પાલનપુર શહેરમાં શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રામાં ચૌધરી સમાજના લાખો લોકો પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને નાચગાન કરતા જોડાયા હતા.

પાલનપુર શહેરમાં કિલોમીટર લાંબી શોભાયાત્રાના કારણે સમગ્ર પાલનપુર શહેર ભક્તિમય રંગથી રંગાયું હતું.જેમાં શહેરના તમામ માર્ગો ઉપર અનેક સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડી. વાય.એસ.પી 1, પી.આઇ 4, પી.એસ.આઇ 14, પોલીસ 250 જવાનો અને 15 હજારથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા આ શોભાયાત્રા પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને જ્યાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાવાનો છે ત્યાં લાલવાડા ખાતે 12 કિલોમીટરનું અંતર કાપી પહોંચી ત્યાં તેનું સમાપન કરાયું હતું.

પાલનપુરના લાલાવાડા ગામે ત્રિ-દિવસીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.જેમાં આજે સાંજે વિશાલ સંખ્યામાં ચૌધરી સમાજના પાલનપુરમાં માં અર્બુદા ધામ ખાતે લોકો દ્વારા મહાઆરતી કરાશે. અને આવતીકાલે ત્રિ -દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની શરૂઆત થશે જ્યાં દેશભર માંથી 10 લાખ જેટલા લોકો આવશે અને માં અર્બુદાના દર્શન કરશે.450 એકરથી વધુ જમીનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.બનાસ મેડિકલ કોલેજ તરફથી આઇસીયુ સાથેની હોસ્પિટલ ની વ્યવસ્થા કરાઇ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0