પાલનપુર બ્રિજેશ્વર કોલોની નજીક સોના ચાંદીના વેપારી પર પર બાઇક પર આવેલા બુકાની ધારીઓનો હુમલો  

July 16, 2022

— ગંભીર રીતે ઘાયલ થયેલ વેપારીને લોહીલુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાંથી પસાર થઈ રહેલ જીતેન્દ્ર અગ્રવાલ નામના સોના ચાંદીના વેપારી પર બાઈક પર આવેલા બુકાનીધારી શખ્સોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેને લોહીલુહાણ હાલતમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
પાલનપુરના બ્રિજેશ્વર કોલોની પાસે વેપારી પર હુમલાની ઘટના બની હતી. જેમાં જીતેન્દ્ર અગ્રવાલ નામના સોના ચાંદીના વેપારી પર બાઈક પર મોઢુ બાંધી આવેલા શખ્સોએ હથિયાર વડે હુમલો કરતા વેપારીને ગંભીર ઈજા થવા પામી છે. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
અને ત્યાં ફરજ પરના તબીબો દ્વારા તેની સારવાર હાથ ધરવામાં આવી છે. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ આ વેપારીની પૂછપરછ કરી આ બાબતે ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0