ગરવી તાકાત ભિલોડા : ભિલોડાના હાથમતી નદી કિનારે આવેલા નીરસાગર કોમ્પ્લેક્સમાં શ્રીજી કલેક્શન નામના કાપડના શોરૂમમાં સાંજે આગ લાગી આ ઘટનામાં શોરૂમને ₹15 લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોએ ફાયર સેફ્ટીના સાધનો વડે તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી સ્થાનિક પ્રયાસો સફળ રહ્યા ન આગ કાબુમાં ન આવતા મોડાસા અને ઇડરથી ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં કાપડનો શોરૂમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો.

આ આગમાં શોરૂમમાં રાખેલા કપડાં, ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું ભિલોડા તાલુકા મથકે આગ લાગવાના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો આથી, સ્થાનિક તંત્ર દ્વારા ભિલોડામાં જ ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવા માટે ઉગ્ર માંગ ઉઠી.


