ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે આગ લાગી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના કારણે આગ ઝડપથી પ્રસરી.

જેના પરિણામે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રી સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું.

પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમના મુકેશભાઈ પરમારે જણાવ્યું કે, નવાપુરા ડંપિંગ સાઇટ પર ગત રાત્રીએ આગ લાગી જેમાં કચરાની ગાસડીઓ બનાવી તે આગમાં લપેટાઈ ગઈ રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી.


