ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુર નજીક હેબતપુર પાટિયા પાસે આવેલી ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગ લાગી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે ફેક્ટરીમાં કામ કરતા દસથી વધુ લોકો સમયસર બહાર નીકળી ગયા.
![]()
પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં કાગળના ગ્લાસ સહિતની ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી ચાલી રહી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન આગને કારણે ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું હોવાની આશંકા.

આગની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા.