ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ધાનેરા તાલુકાના 54 ગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારનો દંડ

April 3, 2023

ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે સમાજ રવિવારે ધાનેરાની કોલેજ ખાતે બેઠક મળી 

ગરવી તાકાત, ધાનેરા તા. 03 – ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.

ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે. અને તેમાં પણ કોઇપણ મોત પાછળ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં.જેથી આવા વચનો પાળવા માટે પણ સમાજમાં કડક નિયમ બનાવ્યો હતો અને જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે અને દાઢી રાખનાર યુવાન સામે સમાજ દ્વારા દંડ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. દાઢી રાખનારને 51 હજારનો દંડ ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાન ના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે.

ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે, ચૌધરી-આંજણા સમાજના મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવાનો પણ ઠરાવ કરાયો છે તેમ છતાં કોઈ વ્યસન કરશે તો તેને એક લાખ દંડ કરવાની કરાઈની જોગવાઈ કરાઈ છે.સિવાય ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવાની પણ અપીલ કરાઈ છે ,તો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવાની તેમજ, જન્મદિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવાનો પણ ઠરાવ કરાયો છે ,ચૉધરી સમાજની આ બેઠકમાં સમાજીક સુધારણા વિષે ચર્ચાઓ કરાઇ હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો પુરાવ્યો હતો જેમાં વિવિધ 22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ કરી તેનો કડક અમલ થાય તે માટે જોગવાઈ કરી હતી..જેને સમાજે વધાવી લીધો છે

54 ગામ ચૌધરી સમાજ-ફાળીયાવાળાના પ્રમુખ રાયમલભાઈ પટેલે જણાવ્યું કે, અમારા સમાજે સમાજમાં સુધારો આવે અને જાગૃતિ માટે 22 મુદ્દાઓનો ઠરાવ કર્યો છે. તો સમાજના આગેવાન રાજનભાઈ ચૌધરીએ કહ્યું કે, અમારા સમાજે જે નિર્ણયો કર્યા તે ખુબજ યોગ્ય છે ફેશનેબલ દાઢી રાખવી તેના ઉપર મનાઈ ફરર્માવાઇ છે. દાઢી રાખવા અને તેની સારસંભાળ રાખવા માટે યુવાનો બહુ સમય વેડફી રહ્યા હતા ,લગ્નમાં ખોટા ખર્ચ થતા હતા તેની જગ્યાએ ગૌશાળામાં દાન અથવા સામાજિક સંસ્થાઓમાં દાન આપીને સમાજને મજબુત બનાવવો જોઈએ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:51 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0