શ્રી એમ.જી.ચૌધરી કિસાન ભારતી ઉ.મા વિદ્યાલય મેવડના આચાર્ય શ્રી દિનેશભાઇ શંકરભાઇ ચૌધરીને સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો 

October 31, 2023

શ્રી દિનેશભાઇ શંકરભાઇ ચૌધરીને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળા તરફથી સન્માનપત્ર અપાયું 

ગરવી તાકાત, મહેસાણા તા. 30- અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.જી.ચૌધરી કિસાન ભારતી ઉ.મા વિદ્યાલય મેવડ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતાં શ્રી દિનેશભાઇ શંકરભાઇ ચૌધરીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે દિનેશભાઇ ચૌધરીનો નિવૃતિ સમારોહ પણ યોજાયો હતો.

શ્રી એમ.જી. ચૌધરી કિસાન ભારતી ઉ.મા વિદ્યાલય મેવડ સ્ટાફ તથા અખિલ આંજણા કેળવણી મંડળ મેવડ તરફથી સંસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ શિક્ષણ ક્ષેત્રે 34 વર્ષ સુધી સેવા આપી જેમાં શિક્ષક તરીકે 11 વર્ષ અને આચાર્ય તરીકે 23 વર્ષ સુધી નિષ્ઠાથી જ્ઞાન ઉફાસના કરી પવિત્ર સેવા બજાવી 58 વર્ષેની વયે નિવૃત થતાં હોઇ આ સમયે તેમના કરકમળમાં તેમને સન્માનરુપે પુષ્પ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી દિનેશભાઇ ચૌધરી શૈક્ષણિક ક્ષેત્રે એમ.એ. ડી.બી.એડ સુધીનો અભ્યાસ કરી શિક્ષકનો પવિત્ર વ્યવસાય અપનાવી પ્રથમઅપનાવી પ્રથમ 18-1-1990માં શિક્ષક તરીકે જય સોમનાથ હાઇસ્કૂલ તરેટી તા.જિ.મહેસાણામાં ફરજ બજાવી ત્યારબાદ તા. 13-03-2001થી આચાર્યશ્રી તરીકે શ્રી એમ.જી.ચૌધરી કિસાન ભારતી ઉ.મા.વિદ્યાલય મેવડ મુકામે નિમણૂંક થઇ ત્યારથી સદર શાળામાં નિષ્ઠાથી એકધારી પવિત્ર ફરજ બજાવી તા. 31-10-2023ના રોજ વયનિવૃત થથાં તેમનો વિદ્યા સન્માન યોજી તેઓને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0